Motorola Edge 50 pro: મોટોરોલા આજે તેના ગ્રાહકો માટે motorola edge 50 Pro લોન્ચ કરવા જઈ રહ્યું છે. યુઝર્સ આ ફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંપની છેલ્લા કેટલાક દિવસોથી આ ફોનને ટીઝ કરી રહી છે. કંપનીનો દાવો છે કે આવનારો ડિવાઈસ દુનિયાનો પહેલો ફોન હશે જે AI પાવર્ડ પ્રો-ગ્રેડ(Motorola Edge 50 pro) કેમેરાની સુવિધા સાથે લાવવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ કે કઈ રીતે મોટોરોલાના ફોનમાં શું હશે ખાસ…
નવો મોટોરોલા ફોન કઈ રીતે ખાસ હશે?
મોટોરોલાએ આગામી ફોનનું લેન્ડિંગ પેજ ફ્લિપકાર્ટ પર લાઈવ કર્યું છે. આ પેજ પર કંપનીએ ફોનના કેમેરા, ડિસ્પ્લે અને ડિઝાઇનનો ઉલ્લેખ કર્યો છે.કંપનીનો દાવો છે કે આ ફોન વિશ્વનો પહેલો ફોન હશે જે 1.5K, 144Hz ટ્રુ કલર ડિસ્પ્લે સાથે લાવવામાં આવી રહ્યો છે. કંપની મેટલ ફ્રેમ અને સિલિકોન વેગન લેધર સાથે ફોન લાવી રહી છે.
motorola edge 50 Pro સ્પેક્સ
પ્રોસેસર- મોટોરોલાનો આ ફોન Snapdragon 7 Gen 3 પ્રોસેસર સાથે લાવવામાં આવ્યો છે.
ડિસ્પ્લે- 6.7 ઇંચ 1.5K 144Hz કર્વ્ડ કર્વ્ડ ડિસ્પ્લે, 2000 nits પીક બ્રાઇટનેસ, HDR 10+ સપોર્ટ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન.
કેમેરા- મોટોરોલાનો નવો ફોન 50MP રિયર કેમેરા, 13MP અલ્ટ્રા વાઇડ કેમેરા સાથે લાવવામાં આવી રહ્યો છે.
ફોન AI એડપ્ટિવ સ્ટેબિલાઇઝેશન, ઓટો ફોકસ ટ્રેકિંગ, AI ફોટો એન્હાન્સમેન્ટ એન્જિન અને ટિલ્ટ મોડ સાથે આવી રહ્યો છે. ફોનમાં 50MP સેલ્ફી કેમેરા હશે.
બેટરી – મોટોરોલાનો નવો ફોન 50W વાયરલેસ ચાર્જિંગ અને 125W ચાર્જિંગ ફીચર સાથે લાવવામાં આવી રહ્યો છે.
અન્ય ફીચર્સ- કંપનીનો નવો ફોન વોટર પ્રોટેક્શન માટે IP68 રેટિંગ સાથે લાવવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ Motorola ફોન આજે 3 એપ્રિલ 2024 બપોરે 12 વાગ્યે લોન્ચ થઈ રહ્યો છે.
કિંમત
8GB રેમ અને 256GB સ્ટોરેજ – રૂ. 31,999 છે.
12GB રેમ અને 256GB સ્ટોરેજ – રૂ. 35,999 હશે.
ફોનનું વેચાણ 9 એપ્રિલ, 2024થી શરૂ થશે. ફોનને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. આ ફોન HDFC કાર્ડ પર 2250 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર પર ખરીદી શકાય છે.
બેટરી અને અપડેટ્સ
ફોન એન્ડ્રોઇડ 14 આધારિત હેલો UI પર કામ કરશે. ફોનમાં ત્રણ મોટા એન્ડ્રોઇડ ઓપરેટિંગ અપગ્રેડ આપવામાં આવ્યા છે. સાથે જ 4 વર્ષનું સિક્યોરિટી અપડેટ આપવામાં આવ્યું છે. પાવરબેક માટે ફોનમાં 4,500 mAh બેટરી સપોર્ટ છે. ફોન 125W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. ફોન 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. ફોનમાં USB પોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં યુએસબી 3.1 સ્ટાન્ડર્ડ ડેટા ટ્રાન્સફર સપોર્ટ આપવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App