સ્ટાર રેટિંગ | 1.5/5 |
સ્ટારકાસ્ટ | વિવેક ઓબેરોય, ઝરીના વહાબ, મનોજ જોશી, બરખા સેનગુપ્તા, બમન ઈરાની, દર્શન કુમાર |
ડિરેક્ટર | ઓમંગ કુમાર |
પ્રોડ્યૂસર | સંદીપ સિંહ, આનંદ પંડિત અને સુરેશ ઓબેરોય અને આચાર્ય મનીષ |
જોનર | બાયોગ્રાફિકલ ડ્રામા |
ટાઈમ | 136 મિનિટ |
ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ને ભલે બાયોપિક કહેવામાં આવી હોય, પરંતુ ફિલ્મ જોઈને એવું લાગે છે કે, ડિરેક્ટર ઓમંગ કુમારે આ ફિલ્મને બસ બે કલાક માટે મોદીની વાહ-વાહ કરવા જ બનાવી છે.
ફિલ્મમાં મોદીને એક એવી પર્સનાલિટી બતાવવામાં આવી છે, તે ભગવાનની જેમ જ સારા કામ કરે છે. એક બાયોપિક ત્યારે જ રસપ્રદ બને છે જ્યારે વ્યક્તિના જીવનને ઈમાનદારીથી દેખાડવામાં આવે.
તમે ભલે સારી બાબતો પર ધ્યાન વધુ આપો, પરંતુ થોડાં ઘણાં ખરાબ પાસાં પણ બતાવો. જેથી ઓડિયન્સ તમારી સ્ટોરી પર વિશ્વાસ કરે. પરંતુ, અહીં ઓમંગ કુમારે આવું ન કર્યું અને તેનું પરિણામ એ આવ્યું કે, ફિલ્મ વધારે પડતી બોરિંગ છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, ડિરેક્ટરે પોતાની વાતને સાબિત કરવા માટે દેશના ઇતિહાસ સાથે ચેડાં કરીને તેને બતાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.