કોરોના મહામારીના આ સમયમાં કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેણે માણસાઈને શરમમાં મૂકી દીધી છે. આવા મામલામાં જેમને સાંભળી અથવા જોઈને લોકોને પણ આશ્ચર્ય થઈ જાય છે. આવી જ એક શરમજનક ઘટના મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં સામે આવી છે. જ્યાં એક લાશને પણ છોડવામાં ન આવી અને તેનું ખિસ્સું કાપી લેવામાં આવ્યું. સાંભળવામાં થોડું વિચિત્ર લાગી રહ્યું છે પરંતુ આ હકીકત બનેલી ઘટના છે.
હકીકતમાં એક હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું. જ્યારે તેની લાશ ઘરવાળાઓ ને સોંપવામાં આવી તો તેના ખિસ્સામાંથી પર્સ અને મોબાઈલ વગેરે વસ્તુઓ ગાયબ હતી. એક મહિનાથી મૃતકની પત્ની હોસ્પિટલના ચક્કર લગાવી રહી હતી પરંતુ તેમનું કોઇ સાંભળનાર હતું નહીં. હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ચૂક્યો છે.
આ શરમજનક ઘટનાને ઇન્દોરની હોસ્પિટલમાં અંજામ આપવામાં આવ્યો હતો. આ હોસ્પિટલનું સંચાલન એક મેડિકલ કોલેજ અંતર્ગત થઈ રહ્યું છે. વાત 2 મે ની છે. જ્યારે ૩૬ વર્ષીય હરીશ ગોળને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. ઈલાજ દરમિયાન પાંચ મેની રાત્રે 2:30 હરીશ નું મૃત્યુ થઈ ગયું હતું. હરીશના સાળાએ તે દિવસે મૃત્યુના એક કલાક પહેલા જ રીતે પોતાના સંબંધીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારે તેનો મોબાઇલ તેની પાસે જ હતો.
તે જ દિવસે સવારે મનીષની પાસે હોસ્પિટલથી ફોન આવ્યો કે હરીશનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે પરિવારજનોને તેની લાશ સોંપવામાં આવી ત્યારે તેના ખિસ્સામાંથી મોબાઇલ અને પર્સ ગાયબ હતાં. તેના કપડા નું બેગ પણ તેને પાછું આપવામાં આવ્યું ન હતું. પરિવારજનોએ ત્યાં હાજર રહેલા સ્ટાફને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે લાશ લઈ જાઓ પછી આવીને સામાન લઈ જજો. પરંતુ તેના બાદ પણ તેઓને સામાન નથી મળ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news