ગુરુદ્વારામાં બનેલી એક ગુરુ હરકિશન હોસ્પિટલમાં Hospital Guru Harkrishan ડાયાલિસિસ સેન્ટર પણ બનાવવામાં આવી રહ્યું છે, જે આવતા અઠવાડિયાથી કાર્યરત થઈ જશે. ઓછી આવકવાળા વર્ગ માટે એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ 150 રૂપિયામાં હશે, ડોકટરોની ટીમ દર્દીઓની દેખરેખ અને સંભાળ રાખશે.
ડિસેમ્બરથી ગરીબ વર્ગના દર્દીઓ માત્ર 50 રૂપિયામાં MRI અને 150 રૂપિયામાં અલ્ટ્રાસાઉન્ડ ની સુવિધા મેળવી શકશે.સુવિધા દિલ્હીના બાંગ્લા સાહિબ ગુરુદ્વારામાં શરૂ કરવામાં આવશે. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ તેની માહિતી આપી છે. દેશનું સસ્તી ડાયગ્નોસ્ટિક સેન્ટર ડિસેમ્બરથી શરૂ થશે.
ગુરુદ્વારામાં ગુરુ હરકિશન હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર પણ બનાવવામાં આવી રહ્યું છે. તે આવતા અઠવાડિયાથી કામ શરૂ કરશે.
ડાયાલિસિસ માટે 600 રૂપિયા ચુકવવા પડશે :
દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મંનજિંદરસિંહ સિરસાના જણાવ્યા અનુસાર,અહીં ડાયાલીસીસ માટે ફક્ત 600 રૂપિયા લેવામાં આવશે. મીડિયાના અહેવાલો અનુસાર, 6 કરોડની 4 મશીન ગુરુદ્વારામાં દાન કરવામાં આવી છે. તેમાં ડાયાલિસિસ, અલ્ટ્રાસાઉન્ડ, એક્સ-રે અને એમઆરઆઈ વગેરે મશીનો શામેલ છે.
ખાનગી લેબ્સ MRI માટે 2500 રૂપિયા ચાર્જ કરે છે :
મનજિંદર સિંહના જણાવ્યા અનુસાર,ખાનગી લેબમાં MRI માટે 2500 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે,પરંતુ ગરીબ લોકો માટે આ પરીક્ષણ 50 રૂપિયામાં લેવામાં આવશે.તથા બાકીના લોકો માટે 800 રૂપિયા લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે,અહીં કોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે જોવા માટે ડોકટરોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સિવાય ઓછી આવકવાળા વર્ગ માટે એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ 150 રૂપિયામાં હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle