રાજકોટમાં રસ્તા પર કાદવ જામતા ફક્ત બે જ દિવસમાં 50 વાહન સ્લીપ થયા- જુઓ વિડીયો

ગુજરાત: રાજકોટ (Rajkot) શહેર (City) ના હાર્દસમા કાલાવડ (Kalawad) રોડ પર આત્મિય કોલેજ (Aatmiy College) થી સત્યસાંઈ હોસ્પિટલ (Satyasai Hospital) જતા માર્ગ બાજુ કાદવનાં ગંજ જામી ગયા હતા કે, જેને લીધે કેટલાક વાહનો સ્લીપ મારી જતા લોકો ધડામ કરતા રોડ પર પટકાઈ જતા હતા.

અહીં ફક્ત 2 દિવસમાં અંદાજે 50થી વધારે લોકો વાહન સાથે સ્લીપ મારી જતા અકસ્માતનો ભોગ બન્યા હતા કે, જેના લાઈવ દૃશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. જો કે, રાજકોટ મનપાના મેયર ડો.પ્રદીપ ડવનો સંપર્ક કરતા તેઓ ત્વરિતપણે કામગીરી માટે લાગી ગયા હતા તેમજ રાતોરાત મેયર ખુદ સ્થળ પર પહોંચીને તાત્કાલિક ફાયર વિભાગ તથા મનપા સ્ટાફની મદદથી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવ્યું હતું.

કાદવ થવાથી લોકોના વાહન સ્લીપ મારી જતા:
શહેરના કાલાવડ રોડ પરની આત્મીય કોલેજની બાજુની શેરી એટલે કે, સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર કાદવ થવાને લીધે લોકોના વાહન સ્લીપ મારી જતા હતા. આની માટે સ્થાનિક લોકોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરાવવા તંત્ર સુધી અવાજ પહોંચાડવા રજુઆત કરતા પોતાની ફરજ નિભાવી તુરંત રાજકોટ મનપાના મેયર ડો.પ્રદીપ ડવને જાણ કરી સમસ્યાનું નિરાકરણ કરવા જાણ કરવામાં આવી હતી.

જેથી મેયર ખુદ રાતોરાત જ ત્વરિત ફક્ત અડધો કલાકમાં ઘટનાસ્થળ પર પહોંચીને તમામ સમસ્યાનું નિરાકરણ કરાવવા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી હતી તેમજ રાતોરાત કાદવ દૂર કરાવી દેવામાં આવ્યો હતો. મેયરની આ કામગીરીથી લોકોમાં આનંદ જોવા મળ્યો છે.

સમસ્યા મેં ખુદ જાતે સ્થળ પર પહોંચી અનુભવીઃ મેયર
રાજકોટ મનપાના મેયર ડો.પ્રદીપ ડવે જણાવે છે કે, આપના તરફથી મળેલ માહિતી તેમજ સમસ્યા મેં ખુદ જાતે સ્થળ પર પહોંચી અનુભવી હતી. આની માટે તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી માર્ગ પર પાણી છાંટીને કાદવ દૂર કરી માર્ગ પર જરૂરી ખાડા પુરવા તથા રેતી કપચી ઠલવીને તાત્કાલિક રોડ શરૂ કરી લોકોની અગવડતા દૂર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *