ગુજરાત પોલીસ 2024- 25માં કયા લક્ષ્યાંકો પાર પાડશે? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો એક્શન પ્લાન

Gujarat Police: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  જણાવ્યું કે બે વર્ષમાં ગુજરાત પોલીસનો બદલાઈ જશે ચહેરો, આ રીતે આપ્યો એક્શન પ્લાન. ગુજરાતમા બે વર્ષમા પોલીસ(Gujarat Police) સબ ઈન્સ્પેક્ટર- PSI કક્ષાના તમામ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર- PI સ્તરે તબદિલ કરી દેવાશે ! ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ, નવા નાણાકીય વર્ષમા 200 PSIના સ્ટેશન PIમા ફેરવાશે, પછીના વર્ષે 93 પોલીસ સ્ટેશન PI કક્ષાએ લઈ જવાશે

ગુજરાત પોલીસ 2024- 25માં આ લક્ષ્યાંકો પાર પાડશે
પોલીસમા 650 નવા IT એક્સપર્ટ ની ભરતી થશે, દરેક પોલીસ સ્ટેશનમા એક એક IT એક્સપર્ટ મૂકાશે. સોશિયલ નેટવર્કિંગથી થતી છેડતી, છેતરપિંડી સહિતના ગુનાઓ ઉકેલવા- નિયંત્રિત કરવા સાઇબર ક્રાઇમ કોલ સેન્ટરમા કોલ રિસિવર્સની સંખ્યા ૬૦થી વધારી ચાર ગણી વધારાશે.

હર્ષ સંઘવીએ કહ્યુ, ન્યુડ કોલ આવે તો કોઇએ ડરવુ કે શરમાવુ નહી આવી દિકરી કે વડીલોએ ગભરાવવુ નથી. આવા કેસોમા કોઇના નામ જાહેર કરાશે નહી. સૌ ફરિયાદ નોંધાવવા આગળ આવે. આવા તત્વોને નાથવા પોલીસ સજ્જ છે.

આખુ સાઇબર ક્રાઇમ ADGP સ્તરનુ એક આખુ નવુ યુનિટ ઉભુ કરવા મહત્વની જાહેરાત
દાદાની પોલીસ ગુજરાતની પોલીસ ગામડામા 20 અને શહેરોમા 10 મિનિટમા પહોંચશે. સંઘવીએ કહ્યુ, કોઇ પણ ઘટના માટે માત્ર 112 નંબર ડાયલ કરે ક્વિક રિસ્પોન્સ ટીમ માટે 1100 નવા વાહનો સાથે આખુ નેટવર્ક ઉભુ કરાશે.

બે વર્ષમા બહેન- દિકરીઓ સાથે છેડતી, બળાત્કારના 29 કેસોમા ફાંસીની સજાઓ આપાવવામા સફળતા પ્રાપ્ત થઇ છે. ગૃહ મંત્રી સંઘવીએ કહ્યુ આવા 248 દાખલા હુ અહી મૂકી શકુ છુ. જેમા ગણતરીના દિવસોમા પોલીસે તપાસ પૂર્ણ કરીને કોર્ટમા ચાર્જસીટ મૂકી જન્મટીપ કે ફાંસી જેવી સજા અપાવવામા સફળતા મળી છે.