પાકિસ્તાન (Pakistan)ના મુલતાન (Multan)ની એક હોસ્પિટલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની નિસ્તર હોસ્પિટલ (Nistar Hospital)ની છત પર 500 જેટલા મૃતદેહો મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. અહેવાલો અનુસાર, આમાંના ઘણા મૃતદેહોના આંતરિક અંગો પણ ગાયબ હોવાનું કહેવાય છે. હોસ્પિટલની છત પર આ લાવારસ મૃતદેહો હોવાની માહિતી પંજાબના મુખ્યમંત્રી ચૌધરી જમાન ગુર્જરના સલાહકાર દ્વારા સામે આવી હતી. આ મામલો મુલતાનની નિશ્તાર મેડિકલ યુનિવર્સિટીનો છે.
નિશ્તાર મેડિકલ યુનિવર્સિટીના પ્રવક્તા ડૉ. સજ્જાદ મસૂદે આ ઘટના પર નિવેદન જારી કરીને કહ્યું કે, મૃતદેહોને ખુલ્લામાં રાખવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં કહ્યું કે, આ મામલાની તપાસ માટે વિવિધ તપાસ સમિતિઓની રચના કરવામાં આવી છે. જોકે, તેણે ટેરેસ પર મૃતદેહો હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ટેરેસ પર માત્ર ચાર મૃતદેહો રાખવામાં આવ્યા છે, આ મૃતદેહોને કુદરતી રીતે સૂકવવા માટે રાખવામાં આવ્યા છે કારણ કે આ મૃતદેહોનો ઉપયોગ મેડિકલ વિદ્યાર્થીઓની તાલીમ માટે કરવામાં આવશે.
તેમણે કહ્યું કે ચારથી પાંચ વર્ષની વયના બાળકોના મૃતદેહનો ઉપયોગ શૈક્ષણિક હેતુઓ માટે પણ કરવામાં આવશે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હોસ્પિટલની છત પર ઘણા મૃતદેહો રાખવામાં આવ્યા છે, જે ખૂબ જ સડેલી હાલતમાં છે. એવી પણ અફવા છે કે આ શબને ધાબા પર ખુલ્લામાં રાખવામાં આવ્યા છે જેથી ગીધ અને ગરુડ તેને ખાઈ શકે.
500 dead bodies have been found in a hospital in #Punjab #Pakistan, whose shalwars suggest that they are missing #Baloch ?
This news is old but the video has just been found but the bodies have not been identified yet#EndEnforcedDisappearances pic.twitter.com/3jr09cLisb
— Naeema Zehri? (@zehrijournalist) October 13, 2022
આ ઘટનાની માહિતી મળતાં જ પંજાબના અધિક મુખ્ય સચિવ સાકિબ ઝફરે એક તપાસ સમિતિની રચના કરી હતી અને મૃતદેહોને ખુલ્લામાં છોડવા માટે નોટિસ જારી કરી હતી. આ ઘટનાની સંપૂર્ણ તપાસ માટે છ સભ્યોની તપાસ સમિતિની રચના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સમિતિનું નેતૃત્વ અધિક સચિવ કરશે અને ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.