કહેવાય છે કે નસીબ ગમે ત્યારે બદલાઈ શકે છે. મુંબઈ(Mumbai)માં એક પરિવાર સાથે આવું જ કઈ થયું. ફેશન બ્રાન્ડ ચરાઘ દિન (Charagh Din)ના માલિકને 22 વર્ષ પહેલા ચોરાયેલું સોનું પાછું મળ્યું હતું. આ સોનાની કિંમત હાલમાં 8 કરોડ રૂપિયા છે.
સત્ર ન્યાયાધીશ યુ.જી.મોરે, 5 જાન્યુઆરીએ સોનું, રાજુ દાસવાણી(raju daswani)ને પરત ફરવાનો આદેશ કર્યો હતો. ચોરાયેલી વસ્તુઓમાં રાણી વિક્ટોરિયાના ફોટા સાથેનો સોનાનો સિક્કો, બે સોનાની બંગડીઓ, 1,300 ગ્રામ અને 200 મિલિગ્રામ વજનના બે સિક્કાનો સમાવેશ થાય છે. 13 વર્ષ પહેલા આ વસ્તુની કિંમત 13 લાખ હતી તે હવે વધીને 8 કરોડ થઈ ગઈ છે. રાજુ દાસવાણીએ બિલ અને રસીદો રજૂ કર્યા હતા જે સાબિત કરે છે કે આ મિલકત તેમના પરિવારની છે.
ન્યાયાધીશે કહ્યું, કે “આ સામાન અને ખાસ કરીને સોનાની વસ્તુઓને પોલીસ કસ્ટડીમાં રાખવાનો કોઈ અર્થ નથી. તેને 19 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ફરાર આરોપી પણ હજુ પકડાયો નથી. જો ફરિયાદીને મિલકત મેળવવામાં વર્ષો લાગી જતા હોય તો તે ન્યાય, કાયદો અને વ્યવસ્થાની મજાક ઉડાડવા સમાન છે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે સરકારી વકીલ ઈકબાલ સોલકર અને કોલાબા પોલીસ ઈન્સ્પેક્ટર સંજય ડોનરે કહ્યું છે કે તેમને સોનું પરત કરવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી.
8 મે, 1998ના રોજ કોલાબામાં અર્જન દાસવાણીના ઘરમાંથી એક સશસ્ત્ર ગેંગે સોનું ચોરી લીધું હતું. ગુનેગારોએ સિક્યોરિટી ગાર્ડને માર માર્યો અને તિજોરીની ચાવી છીનવી લીધી, ત્યારબાદ ટોળકીએ દાસવાણી અને તેની પત્નીને બાંધીને લૂંટને અંજામ આપી હતી.
1998માં જ ગેંગના ત્રણ આરોપીઓ ઝડપાયા હતા અને તેમની પાસેથી લૂંટની કેટલીક વસ્તુઓ મળી આવી હતી. તેમજ ટ્રાયલ પછી, ત્રણેયને 1999 માં મુક્ત કરવામાં આવ્યા હતા. અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. તેમજ અર્જન દાસવાણીનું 2007માં નિધન થયું હતું. કોર્ટેએ પોલીસને ફોટોગ્રાફ્સ લેવા અને હેન્ડ-ઓવરનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.
રાજુ દાસવાણીના વકીલનું કહેવું છે કે કોર્ટનો આ આદેશ સાંભળીને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. ચોરાયેલો સામાન તેમના પૂર્વજોનો છે અને આ વસ્તુ સાથે પરિવારના સભ્યોની લાગણી જોડાયેલી છે. રાજુ દાસવાણી અને તેની બે બહેનો મિલકતના કાનૂની વારસદાર છે. અમેરિકામાં રહેતી બહેનોએ પહેલાથી જ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.