ગ્વાલિયર સેન્ટ્રલ જેલમાં હત્યા અને લૂંટના ગુનામાં ઉંમર કેદની સજા કાપી રહેલા કેદીઓને પોતાનું શરીરનું અંગ કાપી શિવલિંગ પર ચડાવી દીધું. ઘટના બાદ જેલમાં હડકંપ મચી ગયો. તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો જ્યાં તેનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે.
ઉપ જેલ અધિક્ષક પ્રભાત કુમાર અનુસાર મંગળવારે કેદી વિષ્ણુએ રોજની જેમ સવારે મંદિરમાં પૂજા કરી રહ્યો હતો. મંદિરમાં પૂજા કરતા પહેલા તેણે મંદિરને સાફ કર્યું અને બાદ જયકારો લગાવતા તેને ચમચીથી શરીરનું અંગ પણ કાપી નાખ્યું અને શિવલિંગ પર ચડાવી દીધું.
ઉપ જેલ અધિક્ષક અનુસાર વિષ્ણુ ભિંડનો રહેવાસી છે. અને વર્ષ 2018 થી તે ગ્વાલિયર સેન્ટ્રલ જેલમાં બંધ છે. વિષ્ણુ હત્યા અને લૂંટફાટના આરોપમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યો છે.
આ ઘટનાની સૂચના મળતાં જ જેલ પ્રશાસને વિષ્ણુને લોહીલુહાણ હાલતમાં ઈલાજ માટે જયારોગ્ય હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. ઘટના બાદ આ વાતની પણ ચર્ચા છે કે વિષ્ણુ અને શરીરનું અંગ રાત્રે કોઇ સપનું જોયા બાદ સંભવત કાપ્યું હશે. હાલ વિષ્ણુ ની હાલત ખતરાથી બહાર છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે.
વિષ્ણુ ના સાથી કેદીઓ એ જણાવ્યું હતું કે તેને રાત્રે એક સપનું આવ્યું હતું અને સવારે પૂજાના સમયે મંદિરમાં શરીર ના અંગ ને ચમચીથી કાપી શિવજી પર ચડાવી દીધું. કેદીએ જેલ અધિકારીઓને કહ્યું કે તેનું એક સ્વપ્ન હતું જેમાં શિવજીએ તેને તેના શિશ્નનો ભોગ આપવાનું કહ્યું, ત્યારબાદ તેણે તે કાપી નાખ્યું.
સેન્ટ્રલ જેલના જેલર પ્રભાત કુમારે જણાવ્યું કે આ કેદી 2018 થી ડબલ આજીવન અને લૂંટફાટની સજા કાપી રહ્યો છે. તેણે સવારે પોતાની બેરેકની બહાર મંદિરમાં પૂજા-અર્ચના કરી જયકાર લગાવ્યો અને ચમચીથી શરીરનું અંગ કાપી નાખ્યું. તેનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે. આકસ્મિક ઘટના છે. જેલમાં કેમેરા પણ લગાવવામાં આવેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news