મધ્યપ્રદેશના વિદિશાથી એક સમાચાર સામે આવ્યા છે જેમાં ભાઈ-ભાઈ વચ્ચે જ ખૂની ખેલ ખેલાઈ ગયો હતો. મોટા ભાઈ પર આરોપ છે કે, વીમા પોલિસીના એક કરોડ રૂપિયા માટે તેના જ નાના ભાઈની હત્યા કરી હતી. એટલું જ નહીં, ભત્રીજીએ પણ હત્યાની આ ઘટનામાં તેના મામાને ટેકો આપ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મામા અને ભત્રીજીએ પૈસાની લાલચમાં હત્યાને અંજામ આપ્યો હતો.
9 જાન્યુઆરીએ મધ્ય પ્રદેશના ચિકલોદના જંગલમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે આ કેસની તપાસ કરવામાં આવી હતી, ત્યારે મૃતકની ઓળખ 32 વર્ષીય અખિલેશ કિરાર તરીકે થઈ હતી. જે વિદિશાનો રહેવાસી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, અખિલેશની હત્યા કરનાર બીજું કોઈ નહિ, પરંતુ તેનો મોટો ભાઈ ધીરજ કિરાર હતો. જેમણે વીમાના પૈસા માટે તેના નાના ભાઈની હત્યા કરી હતી. જ્યારે આરોપીની ભત્રીજીની સંડોવણી પણ સામે આવી ત્યારે લોકો વધુ આશ્ચર્ય પામ્યા હતા. અહેવાલ મુજબ ભત્રીજીએ પણ તેના નાના મામાની હત્યામાં મોટા મામાને ટેકો આપ્યો હતો.
હત્યાની આ ઘટના અંગે એસપી મોનિકા શુક્લાએ કહ્યું હતું કે, અખિલેશની હત્યામાં ભાણજી શૈલજાએ મોટા મામાને ટેકો આપ્યો. કારણ કે, તે મુંબઇ જવાની ઇચ્છા ધરાવે છે જ્યાં તેને વીમાના પૈસા મળ્યા બાદ તેણે અભિનેત્રી બનવાની ઈચ્છા હતી.
આ કારણોસર, ભત્રીજીએ મોટા મામા સાથે મળીને નાના મામાની હત્યાનું કાવતરું રચ્યું હતું. આયોજનના ભાગ રૂપે, ધીરજ ભોપાલ જવાના બહાને તેના નાના ભાઈને રાયસેન જીલ્લાના ચિકલોદ બાંછોડના જંગલમાં લઈ ગયો હતો અને તેને મસ્તકથી માથાના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ પછી શાવ જંગલમાં અને કપડા તળાવમાં ફેંકી સ્થળ પરથી ભાગી છુટયો હતો. બંનેની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle