ગુજરાતમાં આવેલ પાલનપુરમાંથી એક ઘટના સામે આવી રહી છે. પાલનપુરમાં આવેલ હારીજમાં અમ્બેશ્વર સોસાયટીમાં કુલ 6 મહિના અગાઉ સાવકી માતાએ માત્ર અઢી વર્ષીય પુત્રીને વેલણ તથા પેટમાં લાત મારતાં દીવાલ સાથે ભટકાતાં એનું મોત થયું હતું.
હારીજ પોલીસે આ અંગે આકસ્મિક મોતની નોંધ કરી હતી તેમજ પુત્રીની જન્મદાતા માતા પાલનપુર રહેતી હોય ત્યાં મૃતક દીકરીને લઇ જઈને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આજદિન સુધી ફરિયાદ નોંધવામાં આવી ન હતી. છેવટે પોસ્ટમોર્ટમ તથા F.S.L. રિપોર્ટના આધારે કુલ 6 માસ પછી હારીજ પોલીસે ફરિયાદ દાખલ કરીને સાવકી માતા તથા તેના પિતાની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
સાવકી માતાએ મોટી બન્ને દીકરી પાસે સફાઈ કરાવી :
વડગામમાં આવેલ મગરવાડાના વતની તથા હાલમાં હારીજની અંબેશ્વર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ચેહરાભાઈ સોલંકીના લગ્ન કુલ 12 વર્ષ અગાઉ પાલનપુરના જયાબેનની સાથે થયા હતા. જેમને કુલ 3 દીકરીઓ છે પણ મહેશભાઈને કાલેટ કૌશલબેન અબ્બાસભાઇની સાથે પ્રેમસંબંધ બંધાતાં બન્ને ભાગી ગયાં હતાં તથા કુલ 6 મહિના પછી બન્ને મળી આવતાં પતિએ જયાબેનનો અસ્વીકાર કર્યો હતો તથા એમની કુલ ૩ પુત્રીઓ પિતાને ઉછેર કરવા સોંપી દેવામાં આવી હતી.
જ્યાં 18 ફેબ્રુઆરીએ સૌથી નાની એટલે કે, માત્ર અઢી વર્ષની દીકરી હેનીલ ઘોડિયામાં શૌચ કરી જતાં સાવકી માતા કૌશરબેને મોટી બન્ને દીકરી જોડે સફાઇ કરાવી. બન્નેને એક રૂમમાં પૂરીને નાની હેનીલને વેલણ તથા ચંપલથી માર માર્યો હતો.
આની સાથે જ એના પેટ પર જોરથી લાત મારતાં તે દીવાલ સાથે અથડાઈ ગઈ હતી તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા એનું મોત થયું હતું. આ બનાવ બન્યો એનાં કુલ 6 મહિના પછી હારીજ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટનાં આધારે બાળકીની સાવકી માતા તથા પિતાની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
પાટણનાં S.P. એ ન્યાય અપાવ્યો : જયાબેન પરમાર
આ ઘટના બન્યા બાદ ઘણીવાર હારીજ પોલીસ સ્ટેશને તપાસ કરવા છતાં ન્યાય મળતો ન હતો. છેલ્લે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મેં મારી બંને પુત્રીને આરોપીની પાસેથી પરત લઈ મારી પાસે રાખી લીધી હતી.
આ દરમિયાન પાટણનાં S.P. ને રજૂઆત કરતાં એમણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના કાગળો મગાવી તપાસ કરાવતાં રિપોર્ટમાં આંતરડાંમાં ઇજા હોવાનું સામે આવતાં બંને આરોપીઓની વિરુદ્ધ ગુનો નોંધીને મને ન્યાય અપાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle