રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાંથી હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. શહેર પાસે પાદરામાં આવેલ ઘાયજ ગામમાં તબેલામાં થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં એકત્ર થયેલ વડોદરાના યુવકોએ દારૂની મહેફિલ માણ્યા પછી 2 યુવકોની વચ્ચે હું મોટો ભાઇ છું મુદ્દે બોલાચાલી થયા પછી એક યુવકે પોતાના ભાઇગીરીનાં વિડીયો બતાવવાનું શરુ કરી દેતાં અન્ય લોકોએ ભાઇ તારી ભાઇ ગીરીવાળા વિડીયો બંધ કર તેમ કહેતાં જ યુવકોના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો.
જેમાં વચ્ચે પડેલા યુવકો પૈકી હિતેશ પરમાર નામના યુવક પર લાકડા તથા બરફ કાપવાના ખીતા વડે જીવલેણ હુમલો થતાં હિતેશનું મોત નીપજ્યું હતું. પાદરા પોલીસ દ્વારા આ મામલે મહેફિલ સહિત કુલ 3 અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા હતા.
મિત્રોએ એકત્ર થઈ દારૂ પાર્ટી કરી હતી :
પાદરા પોલીસ જણાવે છે કે, ઘાયજના ભાવેશ ઉર્ફે ભંપો પરમારની નવાપુરા વણકરવાસમાં રહેતી માસીના દીકરા હિતેશે તેને ગુરુવારે કોલ કરીને હું તથા મારા મિત્રો તારા ગામમાં પાર્ટી કરવા માટે આવીએ છીએ તેમ કહ્યું હતું. સાંજે હિતેશ તથા તેના મિત્રો ભાવિન, રાજન, અભિજીત, દર્શન તેમજ કૌશલ તથા સુજીત ઘાયજના તબેલામાં પાર્ટી કરવા માટે પહોંચી ગયાં હતા.
જયારે ભાવેશ તથા વિરાટ અને ભાવિન પાદરાથી ચિકન સહિતનો સામાન લઇ ઘાયજના બંધ પડેલા દિલીપ ચોકસીના તબેલામાં પહોંચી ગયાં હતા તેમજ તેના મિત્ર અક્ષય વાળંદને પણ બોલાવ્યો હતો. ત્યારપછી બધાં જ લોકોએ મળીને ચુલો સળગાવી ચિકન બનાવવાની શરૂઆત કરી હતી. કૌશલ બિપીન પટેલ ચિકન બનાવીને વડોદરાથી આવેલા વિરાટ, કૌશલ તથા રાજન 3 દારુની બોટલ લાવ્યા હોવાથી તમામ લોકોએ એકત્ર થઇને દારુની મહેફિલ માણી હતી.
છાતીમાં બરફનો ખીતો માર્યો :
તે સમય દરમિયાન ભાવેશ તથા અભિજીત વચ્ચે કોણ મોટો ભાઇ છે તે અંગે બોલાચાલી શરુ થઈ હતી. અભિજીતે સુજીતનો મોબાઇલ લઇને ઇલોરાપાર્કમાં કુલ 3 લોકોને ખંજર મારીને તેનો વિડીયો ન્યૂઝમાં આવી જશે તેવું જણાવતાં દર્શને અભિજીતને તારી ભાઇગીરીનાં વિડીયો બંધ કર તેવું કહેતા અભિજીતે દર્શનને પકડીને માર માર્યો હતો.
જેમાં ઝઘડામાં વચ્ચે પડેલા યુવકો પૈકી 18 વર્ષીય હિતેશ મનોજભાઇ પરમારને અભિજીત તેમજ તેના મિત્રોને માર માર્યા પછી ચુલાનું લાકડું માથામાં ફટકાર્યું હતું તથા બરફ તોડવાના ખીતા વડે છાતીમાં ઘા મારતા હિતેશનું મોત નીપજ્યું હતું.
રાત્રે ખેતરમાં જ ખાઇ-પીને સૂઇ જવાનું નક્કી કર્યું :
પાર્ટી અંગે પૂછતા કહ્યું હતું કે, ભાવિનના મિત્રના ઘાયજમાં આવેલ દિલીપભાઇ ચોક્સીના ખેતરમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ખેતરમાં ખાઇ-પીને સૂઇ જવાનું નક્કી કર્યું છે. તારે આવવું હોય તો 4 વાગે સમતા પોલીસ ચોકી નજીક આવી જજે.
ભાઇગીરીમાં પોતાનું નામ મોટું હોવાના ઝઘડો થયો :
અભિજીત ઉર્ફ અભિ મોબાઇલમાં વિડીયો બતાવીને મિત્રોને કહ્યું હતું કે, ઇલોરા પાર્કમાં 3 લોકોને મારેલા ખંજરનો સીન આવે ત્યારે હિતેષે અભિજીતને જણાવ્યું હતું કે, હું પણ ભાઇ છું અને મારુ પણ મોટુ નામ છે. જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. હું વચ્ચે છોડાવવા માટે પડતાં ભાવેશ ઉર્ફ ભંપો લાકડી લઇને માથામાં ફટકો માર્યો હતો.
આની ઉપરાંત ભાવેશ ઉર્ફ ભંપોના બીજા મિત્રો અક્ષય વાળંદ અને હિતેષ તેમજ ભાવિન ઉર્ફ બાલાએ પણ માર માર્યો હતો. મારા બીજા મિત્રો અભિજીત, રાજન, વિરાટ, સુજીત અને દર્શન બચાવવા દોડી આવતા હિતેશે અભિજીતને મોઢા ઉપર લાકડીનો ફટકો મારી લોહીલુહાણ કરી દીધો હતો.
4 યુવક વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો :
મારામારી મામલે વિરુદ્ધ પક્ષે પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગોરવાના કૌશલ બિપીન પટેલે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle