Murder suicide in Ghaziabad’s OYO hotel: ગાઝિયાબાદ (Ghaziabad) ના મોદીનગર (Modinagar)માં આવેલી એક OYO હોટલમાં પરિણીત પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મેળલી માહિતી અનુસાર હત્યા કરનાર બોયફ્રેન્ડ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ સંબંધી હોવાને કારણે બંને લગ્ન કરી શક્યા ન હતા. પ્રેમિકા બીજે લગ્ન કર્યા બાદ મળવાની ના પાડી રહી હતી. ત્યારબાદ યુવકે ગર્લફ્રેન્ડને હોટલમાં બોલાવી અને પહેલા તેની હત્યા કરી અને પછી તે પોતે પણ આપઘાત કરીને મરી ગયો હતો.
મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કાદરાબાદ ગામમાં આવેલી OYO હોટલના રૂમ નંબર-201 માંથી રવિવારે સાંજે એક પ્રેમી યુગલની લાશ મળી આવી હતી. તેમની ઓળખ હાપુરના રહેવાસી મધુ (ઉંમર વર્ષ 22) અને મેરઠના રહેવાસી હિમાંશુ (ઉંમર વર્ષ 21) તરીકે થઈ છે. મધુનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો અને હિમાંશુનો મૃતદેહ પંખા સાથે ફાંસીની મદદથી લટકતો પ્રાપ્ત થયો હતો. હાલ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. મળેલી માહિતી અનુસાર હિમાંશુ મેરઠની એક કોલેજમાંથી ITIનો અભ્યાસ કરી રહ્યો હતો.
પહેલા પતિના મૃત્યુ બાદ અફેરની શરૂઆત થઈ હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મધુના લગ્ન લગભગ બે વર્ષ પહેલા રિંકુ નામના યુવક સાથે થયા હતા. આ સંબંધ મૃતક હિમાંશુની માતાએ કરાવ્યો હતો. લગ્નના લગભગ 6 મહિના પછી રિંકુનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ પછી હિમાંશુ અને મધુની લવ સ્ટોરી શરૂ થઈ હતી, બંને અવારનવાર મળતા હતા.
જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે હિમાંશુ અને મધુ એકબીજા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ પરિવારના લોકોને આ સંબંધ મંજૂર ન હતો. એનું કારણ એ હતું કે હિમાંશુ મધુના ગામનો ભત્રીજો લાગતો હતો. પરસ્પર સંબંધોના કારણે પરિવારના સભ્યો આ સંબંધ માટે સહમત ન હતા. છેવટે 3 માર્ચ 2023 ના રોજ મધુના લગ્ન મોદીનગરના મંગલ વિહારના રહેવાસી મોહિત સાથે થયા. પ્રાપ્ત માહિતી અનુસાર મોહિત એક રસોઇયા છે.
મધુ તેના બીજા લગ્ન બાદ મળવાની ના પાડતી હતી
બીજા લગ્ન બાદ મધુએ બોયફ્રેન્ડ હિમાંશુથી અંતર બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેણે એમ પણ કહ્યું કે હવે પહેલાની જેમ મળવું શક્ય નહીં બને. આ બાબતે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. પોલીસ માની રહી છે કે હિમાંશુએ રવિવારે કોઈ બહાને મધુને હોટેલમાં બોલાવી હતી અને ફરીથી આ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ થયો હશે. આ પછી હિમાંશુએ ચુન્ની વડે મધુનું ગળું દબાવીને હત્યા કરી હતી અને પછી ફાંસી લગાવી દીધી હતી.
પોલીસ 150 હોટલમાં તપાસ કર્યા બાદ બંને સુધી પહોંચી
મધુની હત્યા કર્યા બાદ હિમાંશુએ બપોરે લગભગ 12 વાગ્યે તેના ભાઈ દીપક કુમારને વીડિયો કોલ કર્યો હતો. હિમાંશુએ દીપકને કહ્યું કે, મેં તારી બહેનની હત્યા કરી છે. તેણે મધુની ડેડ બોડી તેના ભાઈને વીડિયો કોલ પર જ બતાવી હતી. આ જોઈને દીપક ડરી ગયો અને પછી હિમાંશુનો ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો. તે બપોરે 2 વાગે દિપક મોદીનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને સમગ્ર ઘટના પોલીસકર્મીઓને જણાવી.
સમસ્યા એ હતી કે દીપકને હોટલનું નામ ખબર ન હતી. રવિવાર હોવાને કારણે હિમાંશુ અને મધુના મોબાઈલનું લોકેશન મેળવવામાં વિલંબ થયો, કારણ કે ટેલિકોમ કંપનીઓમાં રવિવારની રજા હોય છે. આવી સ્થિતિમાં પોલીસે મુરાદનગરથી મોદીનગર સુધીની 150 જેટલી હોટલોને સર્ચ કરી હતી.
આખરે સાંજે સાડા છ વાગ્યે પોલીસ કાદરાબાદ ગામમાં આવેલી OYO હોટલ પર પહોંચી હતી. અહીં એન્ટ્રી રજીસ્ટર તપાસતા હિમાંશુ અને મધુના નામ નોંધાયેલા જોવા મળ્યા હતા. જ્યારે પોલીસ રૂમમાં પહોંચી તો તેને રૂમ અંદરથી બંધ જોવા મળી. ત્યારબાદ દરવાજો તોડીને ખોલવામાં આવતા અંદરથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. એસીપી મોદીનગર રિતેશ ત્રિપાઠી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમે રૂમની પણ તપાસ કરી છે. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.