કાલે જન્માષ્ટમીનો તહેવાર હતો. દેશભરના લોકો એ નંદલાલ ના જન્મદિવસની ઉજવણી કરી. એવામાં રાજસ્થાનમાં એક દરગાહ એવી છે જ્યાં મુસલમાનોએ પણ કૃષ્ણ જન્માષ્ટમીના ઉત્સવને ધામધૂમથી ઉજવ્યો.
રાજસ્થાનના જૂજૂનું જિલ્લાના નરહડ વિસ્તારમાં આવેલી હાજીબ સક્કરબાર શાહ ની દરગાહ, જે એક કોમી એકતાનું જીવંત ઉદાહરણ છે.હા દરગાહ ની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા બધા ધર્મના લોકો પોતાની ધાર્મિક રીતથી પૂજા-અર્ચના કરી શકે છે.
કોમી એકતાના પ્રતીક ના રૂપમાં અહીંયા પ્રાચીન સમયથી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર ઉપર વિશાળ મેળો ભરાય છે. દેશના જુદા જુદા ભાગોમાંથી હિન્દુઓ ની સાથે સાથે મુસલમાનો પણ પૂરી શ્રદ્ધા માં શામેલ થાય છે. જન્માષ્ટમી ઉપર નરહડ માં ભરાનાર આ એક ઐતિહાસિક મેળો અને આઠમની રાતે થતાં રતજગા સૂફી સંત હઝરત શકર બાર ની આ દરગાહ દેશભરમાં કોમી એકતાની એક અલગ મિસાલ આપી છે. અહીંયા દરેક ધર્મ ના લોકો દરેક પ્રકારના ભેદભાવ ભૂલી બાબાની દરગાહ માં પ્રાર્થના કરે છે.
દરગાહની વ્યવસ્થાપક કમિટી છેલ્લા 700 વર્ષો થી પણ વધારે સમયથી ચાલી રહી છે. ખૂબ જૂના સમયથી અહીંયા જન્માષ્ટમી ઉજવવાની પરંપરા હતી જે આજે પણ આજની પેઢીએ તે જીવંત રાખી છે.
શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠથી શરુ થનાર આ ત્રણ દિવસીય ધાર્મિક આયોજનમાં દૂર-દૂરથી લોકો અહીંયા ઉત્સવનો તેમજ મેળાનો લાભ લેવા માટે વધારે છે.