ગયા અઠવાડિયે લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીએ મેળવેલી ઐતહાસિક જીત બાદ યુપીના ગોંડામા જન્મેલા એક મુસ્લિમ બાળકનુ નામ તેના પરિવારે નરેન્દ્ર મોદી રાખ્યું હતુ.
જોકે હવે આ પરિવારને કટ્ટરવાદીઓએ નામ બદલવાની ફરજ પાડી છે. પરિવારનો આરોપ છે કે, આસપાસમાં રહેતા મુસ્લિમ સમુદાયે ધમકી આપી છે કે જો બાળકનુ નામ નહી બદલો તો તેની કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ કરવામાં નહી આવે. નામ રાખવા બદલ લોકોએ પરિવારને ટોણા પણ માર્યા હતા. એ પછી હવે અમે નામ બદલીને મહોમ્મદ અલ્તાફ આલમ મોદી કર્યુ છે.
23મેએ જન્મેલા બાળકની માતા મૈનાઝે બાળકનુ નામ નરેન્દ્ર મોદી રાખવાની જીદ પકડી હતી. બાળકના પિતા મુશ્તાક અહેમદ ભારત બહાર ખાડીના દેશમાં કામ કરે છે. આથી બાળકના દાદાએ પોતાની પૂત્રવધૂની ઈચ્છા પુરી કરવા બાળકનુ નામ નરેન્દ્ર મોદી રાખ્યુ હતુ. આ માટે પરિવારે કલેક્ટર કાર્યાલયમાં સોગંદનામુ પણ કર્યુ હતુ.
જોકે આ મુદ્દો દેશભરમાં છવાઈ ગયા બાદ પરિવાર પર મુસ્લિમ સમુદાયે નામ બદલવા માટે દબાણ શરૂ કર્યુ હતુ. માતાનો આરોપ છે કે, જો બાળકનો નામ બદલવામાં નહી આવે તો તે હિન્દુ બાળક ગણવામાં આવશે તેવી ધમકીઓ મળી રહી હતી. આખરે મારે નામ બદલવુ પડ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.