કોરોનાના સંકટમાં જ્યારે આખું વિશ્વ એક થઈ ને જરૂરિયાત મંદોને મદદ કરી રહ્યું છે ત્યારે અમુક જગ્યાએ RSSના લોકો ગુંડાગર્દી કરીને સમાજમાં નફરત ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે, તેવા આરોપ સાથે મીડિયા અહેવાલો પ્રકાશિત થતા ચકચાર મચી છે. કર્ણાટકના બેંગ્લોરમાં RSSના કાર્યકર્તાઓએ મુસ્લિમ સમાજના લોકો કે જે ભૂખ્યા પ્રવાસીઓને ભોજન આપી રહ્યા હતા, તેમને ઢોર માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉત્તર બેંગ્લોરમાં અમૃતહલ્લી વિસ્તારમાં જ્યારે મુસ્લિમ સમાજના લોકો પ્રવાસી મજૂરોને ભોજન આપી રહ્યા હતા, ત્યારે જ ત્યાં આરએસએસના કાર્યકર્તાઓ પહોંચી ગયા. આ કાર્યકર્તાઓએ કથિત રીતે ત્યાં ભોજન આપતાં મુસ્લિમો પર કોરોના ફેલાવવાનો આરોપ લગાવીને તેમની પીટાઈ કરી દીધી.
આરએસએસના કાર્યકર્તાઓ ની ગુંડાગર્દી નો શિકાર બનેલ સય્યદ તબરેઝે ક્વિન્ટના રિપોર્ટરને કહ્યું કે, ” અમે પોલીસની પરવાનગીથી ત્યાં કામ કરી રહ્યા હતા. ત્યારે જ તે ગુંડાઓ અમારી પાછળ દોડ્યા અને અમને બેટથી મારવા લાગ્યા. તેમને કાંઈ કહ્યું નહીં. તેમને મારાં હાથ અને માથા પર માર્યું. “
કંઈક આવો જ નજારો ઉત્તર બેંગ્લોરના દેવી નગરમાં જોવા મળ્યો. રોઝલીન ગોમ્સ નામનો વ્યક્તિ ભૂખ્યા મજૂરોને ભોજન આપી રહ્યો હતો ત્યારે જ ભાજપના કાર્યકર્તાઓ આવ્યા અને તેણે રોક્યો.
તેમણે કહ્યું,” મેં સોશિયલ મીડિયા પર એક વિડીયો મુક્યો હતો. જેમાં કહ્યું હતું કે હું ઇન્દિરા કેન્ટીન થી અમુક વસ્તુઓ લેવા જઈ રહ્યો છું અને આ એ વસ્તુઓ છે જેને હું જમા કરવા માંગુ છું. ત્યારે જ મને જયશંકર નામના ભાજપના કાર્યકર્તા નો ફોન આવ્યો અને કહ્યું કે તમે ભોજન કેમ ઉઠાવી રહ્યા છો? તમારી જેવા લોકો માટે ભોજનની કમી છે. “
ગોમ્સએ આ સવાલના ઉત્તરમાં કહ્યું કે અમે ફક્ત જરૂરિયાત મંદ લોકો ને આપવા માટે જ ભેગું કરી રહ્યા છીએ. સાથે જ ગોમ્સએ બીજેપી કાર્યકર્તા અને સવાલ પૂછ્યો કે, શું તમે ભોજનની વ્યવસ્થા કરવામાં મદદ કરશો? તો તેણે જવાબ આપ્યો કે આ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવાની કોઈ જરૂર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news