દુષ્કર્માની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં મહિલાઓ અને દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તેની કોઈ જાણ થઇ રહી નથી. દિવસે ને દિવસે આવી હેવાનિયત ભરી ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આપણા દેશની દીકરીઓ અને મહિલાઓ બહાર તો ઠીક પરંતુ ઘરમાં પણ સુરક્ષિત નથી. ત્યારે આવી વધુ એક ઘટના બેતિયા માંથી પ્રકાશમાં આવી છે.
બેટીયામાં એક મુસ્લિમ યુવક લગ્નના બહાને એક સગીર હિન્દુ યુવતી પર જાતીય સતામણી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મુસ્લિમ યુવકે 17 વર્ષની હિન્દુ યુવતીને પ્રેમની લાલચ આપીને એક અશ્લીલ વિડિયો બનાવ્યો હતો. ત્યારબાદ યુવકે આ વિડીયો થી યુવતીને બ્લેકમેલ કરી હતી અને તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે યુવતી ગર્ભવતી બની ત્યારે યુવક તેને છોડીને ભાગી ગયો હતો. આ ઘટના શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા નરકટિયાગંજ શહેરની છે.
આ મામલો જિલ્લાના શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નરકટિયાગંજ શહેરનો છે. જ્યાં એક દલિત યુવતીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ રક્સૌલના મુસ્લિમ યુવકે પહેલા તેના પર દુષ્કર્મ આચરયુ હતું. ત્યારબાદ તેનો વીડિયો બનાવીને તેનું યૌન શોષણ કરતો રહ્યો. જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે તે તેને છોડીને ભાગી ગયો. જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે આ મુસ્લિમ યુવક યુવતી ને છોડીને ભાગી ગયો હતો.
ત્યારબાદ યુવતીના પરિવારે આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડીતા યુવતીના પિતાએ શિકાર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી હતી આ એફઆઈઆર માં તેના ભાઈ અને તેના શાળા સહિત અન્ય 10 લોકોના નામ આપવામાં આવ્યા છે પોલીસને એફઆઇઆર મળતાની સાથે જ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી યુવક સોનું અલી (ઉંમર વર્ષ 25) તેના મોટા ભાઈ ઈસરાફિલ અલી અને તેના સાળા સૈપ મિયાંની ધરપકડ કરી કરી લીધી છે.
FIRમાં પીડિત યુવતીના પિતાએ જણાવ્યું છે કે સોનુ અલી તેની બહેનના ઘરે દિઉલિયા રહેતો હતો. 2021માં જ્યારે તેની દીકરી ભણવા ગઈ ત્યારે તેણે તેને પ્રેમમાં ફસાવી હતી. ત્યાર બાદ તે યુવતીને તેની બહેનના ઘરે દિઉલિયામાં લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચરયુ હતું.
આ દરમિયાન આરોપી યુવકની બહેનના પુત્રએ વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ આરોપી વીડિયો બતાવીને લગ્ન માટે દબાણ કરવા લાગ્યો હતો. આરોપીએ પીડિતાનું સતત બે વર્ષ સુધી યૌન શોષણ કર્યું હતું. તેણે પીડિતાને પોતાની સાથે રક્સૌલ અને દિયુલિયામાં ભાડાના મકાનમાં રાખી અને તેનું યૌન શોષણ કરતો રહ્યો. જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે તે તેને છોડીને ભાગી ગયો હતો.
પીડિતાના પિતાએ એફઆઈઆરમાં જણાવ્યું કે 2 ફેબ્રુઆરીના રોજ જ્યારે તેઓ તેમની પુત્રીને લઈને રક્સૌલમાં આરોપીના ઘરે લઈ ગયા ત્યારે મારપીટ કરી અને કાઢી મુક્યા અને દિઉલિયામાં આરોપીની ભાભીએ પણ તેનું અપમાન કર્યું. ત્યાર બાદ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. FIR મળ્યા બાદ પોલીસે તરતજ કાર્યવાહી કરી અને આરોપી યુવક સોનુ અલી (25 વર્ષ) ની ધરપકડ કરી હતી.
પિતા સાથે વાત કરતા તેને કહ્યું કે પુત્રીએ જ્યારે મને જણાવ્યું કે મારી સાથે દુષ્કર્મ થયું છે ત્યારે હું શિકારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે જઈ રહ્યો હતો પરંતુ ગામના કેટલાક લોકોએ મને દબાણ કર્યું અને કહ્યું કે આ મામલો પંચાયતને સોંપી દેવામાં આવે.
પંચાયતના નિર્ણય બાદ યુવકે કહ્યું કે તે તેની સાથે લગ્ન કરીને તેને પોતાની સાથે લઈ જશે, પરંતુ છોકરો અન્ય ધર્મનો હતો, જેના કારણે તેના સમાજના લોકો સહમત ન હતા. અંતે યુવક પીડિત યુવતી સાથે ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. આ દરમિયાન તે ગર્ભવતી થતાં તે તેને ભાડાના મકાનમાં મૂકીને ભાગી ગયો હતો.
2021માં પીડિત યુવતીના પિતાએ શિકારપુર પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તે સમયે તેણે પોલીસને જણાવ્યું હતું કે તેની પુત્રી તેની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી હતી અને તે ગુમ થઈ ગઈ હતી. ત્યાર બાદ પોલીસે બાળકીને શોધી કાઢી અને તેના પરિવારજનોને સોંપી હતી. બીજી તરફ શિકારપુર પોલીસ સ્ટેશનના પ્રમુખ રામાશ્રય યાદવે કહ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.