કોંગ્રેસ નેતાના એક દાવાથી રાજકારણમાં ખળભળાટ- ભાજપના યોગી દેવનાથ મહિલા બનીને કરતા હતા…

યોગી દેવનાથ (Yogi Devnath): સોશિયલ મીડિયા પર અલગ અલગ અનેક કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે વધુ એક એવો જ ગજબનો કિસ્સો સોશિયલ મીડિયા પરથી સામે આવ્યો છે. ભાજપના એક યોગી દેવનાથે મહિલા બનીને સોશિયલ મીડિયા પર ફોલોવર મેળવવાનો પ્રયત્ન કર્યો છે તેવો આરોપ ઉઠ્યો છે. યોગી આદિત્યનાથના ગુરુભાઈ યોગી દેવનાથ છે.

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી દેવનાથ અગાઉ પણ મિતાલી શાહ નામનું સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ધરાવતા હતા. જ્યારે વેરિફિકેશન કરવાનું થયું ત્યારે સાચા નામ અને ફોટા નો ઉપયોગ કરવો પડ્યો ત્યારે અને ત્યારે આ વાત સામે આવી હતી. યુદ્ધ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસે આ અંગે વાત કરતા એક પોસ્ટ મૂકી અને આ પોસ્ટ બાદ ખૂબ જ ખળભળાત મચી ગયો છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યોગ્ય દેવનાથ પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ મૂક્યો છે કે, યોગ્ય દેવનાથ મિતાલીબેન નામનું સોશિયલ મીડિયા પર ખોટો એકાઉન્ટ બનાવીને ફોલોવર્સ વધારતા શરમ આવતી નથી. તેમણે લખ્યું છે કે, મિતાલીબેનનું ખોટું ફોટોશોપ કરીને શું મળશે તમને? શા માટે તેમણે પોસ્ટને ટેક કરીને પ્રહાર કર્યો છે.

હિંદૂ યુવા વાહિનીના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ ટ્વિટર પર ચર્ચામાં રહે છે. લોકો તેમને ગુજરાતના યોગી ગણાવે છે. યોગી દેવનાથની તસ્વીરો ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનથાન સાથે પણ ખુબ વાયરલ થાય છે. હાલ ટ્વીટર પર હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ ખૂબ જ ચર્ચામાં છે. લોકો તેમને ગુજરાતના યોગી ગણાવે છે. સોશિયલ મીડિયા પર યોગી દેવનાથ ની તસ્વીર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનથાન સાથે પણ ખૂબ જ વાયરલ થઈ હતી. મળેલી માહિતી અનુસાર યોગી દેવનાથ પોતે પણ ટ્વીટર પર ખૂબ જ સક્રિય રહે છે.

યોગી દેવનાથ ટ્વિટર પર સતત તસવીરો અને પોસ્ટરો શેર કરતા રહે છે. વળી મહત્વનું એ છે કે, 8,51,000 ફોલોવર થયા બાદ યોગી દેવનાથે દિલથી તમામ લોકોનો આભાર માન્યો હતો અને તેમણે આભાર માનતા કહ્યું હતું કે, આ ફોલોઅર્સ નઈ પરંતુ મારા પરિવારનો એક હિસ્સો છે. જ્યારે હવે તેમના પર મહિલાના નામે ફોલોવર્સ મેળવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

એક મીડિયા રિપોર્ટર અનુસાર મળેલી માહિતી મુજબ નાથ સંપ્રદાય સાથે સંકળાયેલા યોગીદેવનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ગુરુભાઈ છે યોગીદેવનાથ ગુજરાતમાં આવેલા કચ્છ જિલ્લામાં ખૂબ જ મજબૂત પકડ ધરાવે છે. તેવી પણ ચર્ચા થઈ રહી છે કે, યોગીદેવનાથે કચ્છ જિલ્લાના રાયપુર વિસ્તારની વિધાનસભાની સીટ પર થી ટિકિટ મેળવી હતી. આ પહેલા યોગી દેવાનંદ સપ્ટેમ્બર મહિનામાં ચર્ચામાં આવ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં તેમનું એક ટ્વીટ વાયરલ થયું હતું.

જેમાં તેમણે લખ્યું હતું કે 8 લાખ 51 હજાર ફોલોવર થયા હોવાથી હું તમામ ચાહકોનું ખૂબ જ આભાર માનું છું. તેમને વધુમાં કહ્યું હતું કે આ માત્ર ફોલોઅર્સ નથી પરંતુ મારા પરિવારનો એક અમૂલ્ય હિસ્સો છે. તમારો એક બહેનને આ રીતે જ પ્રેમ મળતો રહે તેવી આશા છે. બહેન શબ્દ મુદ્દે લોકોમાં કુતુહલ વ્યાપ્યું હતું. બહેન શબ્દ મુદ્દે લોકોમાં વ્યાપી ગયું હતું. ત્યારબાદ તેમને સ્પષ્ટતા કરી અને કહ્યું હતું કે તેમનું ટ્વીટર હેક થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *