છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નસવાડી પોલીસે તપાસ કરતા મૃતદેહ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી.
મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, તેણે આ પગલું કોઈના પણ દબાણમાં આવ્યા વગર જાતે જ આપઘાત કર્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેની માનસિક સ્થિતિ ખુબ જ ખરાબ હોવાનું કહ્યું છે. સાથે જ મહિલાએ ઘરના તમામ લોકોની માફી માંગી છે. આ સુસાઇડ નોટમાં પતિને સંબોધીને લખવામાં આવ્યું છે કે, બંને બાળકોને સાચવજો.
સાથે આ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, હું ડામોર ભાવનાબેન હોશમાં રહીને આ સુસાઇડ નોટ લખું છું.’ મારી મોત પાછળ હું ખુદ જ જવાબદાર છું. છેલ્લા કેટલાક મહિનાથી મારી માનસિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. મારા વિચારો મારા કાબુમાં જ નથી રહેતા. હું હિંમત હારી ગઈ છું. મેં ખુબ મહેનત કરી આગળ વધવા પરંતુ મારું મગજ ગાંડુ થઇ ગયું છે મને મરવાની સ્થિતિમાંથી બહાર જ નથી નીકળવા દેતું’
સાથે તેમને આ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘ભગવાને મને બધું જ આપ્યું છે. હું તેમનો ખુબ આભાર માનું છું. મારો જીવ મારા પતી અને બે બાળકોમાં રહેશે. મારા પતિએ પણ મને ખુબ જ સપોર્ટ કર્યો છે. અમે બંને એક બીજાને ખુબ જ પ્રેમ કરીએ છીએ.’
પોલીસ ટીમને પણ કહું છું કે મારા મોત પાછળ મારા પરિવારને જવાબદાર સમજી એમને હેરાન ન કરતાં. મારું પોસ્ટમોર્ટમ કરવાની પણ જરૂર નથી. હું જાતે જ આ પગલું ભરુ છું. ‘હું પોલીસ ટીમને પણ કહું છું કે, મારા મૃત્યુ પાછળ મારા પરિવારને જવાબદાર ન સમજતા અને તેમને હેરાન ન કરતા. મારું પોસ્ટ મોર્ટમ કરવાનું પણ કઈ જરૂર નથી. હું જાતે જ આ પ્રકારનું પગલું ભરું છુ.’
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવતા હતા અને તે બે બાળકો સહિત પતી સાથે રહેતા હતા. બુધવારના રોજ ભાવનાબેન ડામોરે આજે સવારે શાળાના જ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું હતું. આ ઘટના અંગેની જાન થતા જ શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને મહિલાના પરિવારને અને પોલીસને જજાણ કરવામાં આવી હતી. નસવાડી પોલીસ ઘટના સ્થળે ધસડી આવી હતી અને પોલીસે મૃતદેહ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.