“કોંગ્રેસના ભરતસિંહ પોતાની ગર્લફ્રેન્ડને આપે છે ચૂંટણીની ટીકીટ, નરેન્દ્ર મોદી સાથે મળેલા છે” જાણો કોણે કર્યો ખુલાસો

ગુજરાત(Gujarat): રાજ્યના કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki)નાં પત્નિ રેશ્મા સોલંકી(Reshma Solanki) દ્વારા એક ચોંકાવનારો પત્ર સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ કરવામાં આવ્યો છે. આ પત્ર સાથે વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ટાંકીને લખવામાં આવેલ આ પત્રમાં રેશ્મા સોલંકીએ જણાવતા કહ્યું હતું કે, ભરતસિંહને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર થવું છે, તેને જાહેર નહીં કરવામાં આવે તો કોઇને મુખ્યમંત્રી બનવા દેશે નહીં, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળેલા છે અને કોંગ્રેસ(Congress)ને હાથે કરીને સત્તામાં લાવતા રોકી રહ્યા છે. રેશ્મા સોલંકીએ પોતે અસહાય છે અને સત્યને સાથ આપીને કોંગ્રેસ ગરિમા જાળવી રાખે તે પ્રકારની આશા પત્રમાં વ્યકત કરવામાં આવી છે.

જાણીજોઇને કોંગ્રેસને સત્તામાં લાવતા રોકી રહ્યા છે:
રેશ્મા સોલંકીએ પત્રમાં લખતા જણાવ્યું છે કે, મારા પતિ તેમના પોલિટિકલ સ્ટેટસ માટે કોંગ્રેસને ધીમે ધીમે ખતમ કરી રહ્યા છે, ગુજરાતના લોકોમાં જાણીજોઇને ખોટા સંદેશ ફેલાવીને કોંગ્રેસને સત્તાપક્ષમાં આવવા માટે રોકી રહ્યા છે. તેમની બુદ્ધિ, ચતુરાઇ એવી છે કે બોલશે સારું પણ પડદા પાછળ એ‌વું ખોટું કરે છે કે જેને લીધે કોંગ્રેસ આગળ જ નહી વધી શકે. રેશ્મા સોલંકીએ ભરતસિંહ સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, તેમને જે જે મહિલાઓ સાથે ગૈર નૈતિક સંબંધ બાંધ્ય હતા અને તેમને ટિકિટ અપાવી છે. જ્યારે સારી મહિલાઓને આગળ આવતી રોકી છે.

ભરતસિંહ સોલંકીના ભૂતકાળનાં કરતૂતોનું વર્ણન પણ પત્રમાં કરતા તેમણે કહ્યું છે કે, તેમનું વલણ કોંગ્રેસના કાર્યકરો સાથે પણ અલગ જ પ્રકારનું રહ્યું છે. તેમની ઉંમર 67 વર્ષની છે, મારાથી 23 વર્ષ મોટા હોવા છતાં પણ મને ઘરેથી કાઢી મૂકી હતી. મેં તેમને ઘણી વાર સમજાવ્યા, પણ તેઓ સમજ્યા નહિ. રેશ્માએ કોંગ્રેસ મોવડીમંડળને વિનંતી કરતા કહ્યું છે કે, ભરતસિંહને કોંગ્રેસમાંથી મુક્ત કરીને ઘરે પાછા મોકલવામાં આવે, જેથી તેમની સાન ઠેકાણે આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

One Reply to ““કોંગ્રેસના ભરતસિંહ પોતાની ગર્લફ્રેન્ડને આપે છે ચૂંટણીની ટીકીટ, નરેન્દ્ર મોદી સાથે મળેલા છે” જાણો કોણે કર્યો ખુલાસો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *