આખરે સરકારે હેડ ક્લાર્કની પરીક્ષા કરી રદ, જાણો ક્યારે લેવાશે?- ગૃહ રાજ્યમંત્રીની મોટી જાહેરાત

ગુજરાત(Gujarat): પેપર લીક કાંડ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવતા કહ્યું છે કે, કુલ 14…

ગુજરાત(Gujarat): પેપર લીક કાંડ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવતા કહ્યું છે કે, કુલ 14 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હેડ ક્લાર્કની પરીક્ષા(Head Clerk Exam) રદ કરવામાં આવે છે. જ્યારે આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવામાં આવશે તેવી જાહેરાત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા:
ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના પેપર લીક કેસમાં ત્રણ દિવસ સુધી સતત તપાસ ચાલી રહી છે. પોલીસે પહેલા શંકાસ્પદ વ્યક્તિઓને પકડવાનું કામ કર્યું છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

પરીક્ષા કરવામાં આવી રદ્દ:
રાજ્યમાં લાયક યુવા ઉમેદવારોની મહત્વકાંક્ષા પર આંચ ન આવે અને તેમનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે આ હેડ ક્લાર્કની લેખિત પરીક્ષા રદ્દ કરવામાં આવે છે અને આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવામાં આવશે.

ગાંધીનગરમાં યોજવામાં આવી હતી બેઠક:
બીજી તરફ ગાંધીનગરમાં પણ રાજ્ય સરકારની મહત્વની બેઠક શરૂ થઈ ગઈ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવી કે નહીં તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક પછી ગૃહરાજ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલે પણ ચર્ચા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *