અમદાવાદ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતો હોય છે. તેવામાં ફરી એકવાર અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર ખડોળ ગામના ચાર રસ્તા પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ખાઈ ગઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 56 માંથી 35 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 3 નાના બાળકો સહિત 11 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
જો કે, આ તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ધંધુકાની રેફરલ હોસ્પિટલમાં લઇ જાવામાં આવ્યા હતા. તેમાંથી 4 લોકોને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. અમદાવાદથી સૌરાષ્ટ્રના ટુર તરફ ખાનગી ટ્રાવેલ્સની બસ જઈ રહી હતી તે દરમિયાન તેને અકસ્માત નડ્યો હતો.
અત્રે નોધનીય છે કે, હાલમાં જ રાજસ્થાનમાં પણ ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 લોકોના મોત થયા હતા. આ અકસ્માત બિકાનેરમાં સર્જાયો હતો. જ્યાં ક્રૂઝર ગાડી સાથે ટ્રેલરની અથડામણ થઈ હતી. 8 લોકોએ તો ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો. જ્યારે 3 ઈજાગ્રસ્ત લોકોને નોખા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. આ ઉપરાંત 7 ઘાયલ લોકોને બીકાનેર જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યા હતાં. આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો મધ્ય પ્રદેશના સજનખેડાવ દૌલતપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.