સુરત (Surat): ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરમાંથી એક ખુબજ ચોકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરમાં આવેલા મોટા વરાછા વિસ્તારમાં એક મહિલાનું મોત થયું છે. 29 વર્ષીય પરિણીતાને મોટા વરાછામાં ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં પરિણીતાની ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
આ સમગ્ર ઘટના બાદ દીકરીના પિતાએ સાસરીયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. મળેલી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનો પતિ ઇઝરાયેલમાં હીરાનો વેપાર કરે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મહિલાના પતિને અન્ય યુવતી સાથે આડા સંબંધો હતા અને તેથી તે વારંવાર તેની પત્નીને છૂટાછેડા માટે ખુબ જ દબાણ કરતો હતો.
પરિણીતાએ મૃત્યુ પહેલા તેના પિતાને કહ્યું હતું કે, ‘આ બધા મળીને મારો જીવ લઈ લેશે, મને કંઈક પીવડાવી દીધું છે મને હોસ્પિટલ લઈ જાવ’ મળેલી માહિતી અનુસાર આ યુવતી મોટા વરાછામાં આવેલા ઓપેરા હાઉસમાં રહેતી હરી અને તેનું નામ મોનિકા વેકરીયા છે. મોનિકાને શુક્રવારના રોજ બપોરે લગભગ બે વાગ્યાની આસપાસ ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ લઈ ગયા હતા. અને હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોનિકાનું મૃત્યુ થયું હતું.
જયારે મોનિકાના પિતા શાંતિભાઈ ભંડેરીને દીકરીના મોતના સમાચાર મળ્યા એટલે તરતજ ભંડેરી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યાર બાદ શાંતિભાઈએ આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મોનિકા ના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા. મોનિકાને એક સંતાન પણ છે. એવું જાણવા મળી રહ્યું છે કે પતિ ટેનિશ વેકરિયા મોનિકાને કહેતો હતો કે તું મને ગમતી નથી.
ટેનિશના અન્ય છોકરીઓ સાથે અફેર હોવાથી છૂટાછેડા લેવા માટે મોનિકા ને તે સતત માનસિક ત્રાસ આપતો હતો. મોનિકાના સસરા મનસુખભાઈ, સાસુ પ્રવિણાબેન, નણંદ નેહા અને પારુલ તેમજ નણદોઈ નિશાંત અને જસ્મીન છેલ્લા બે મહિનાથી મોનિકાને ત્રાસ આપી રહ્યા હતા. આ વાત મોનિકાએ તેના પિતાને પણ કરી હતી.
મોનિકાએ શાંતિભાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારા સાસુ સસરા અને બે નણંદ મને જીવવા નહીં દે, બધા મળીને મારો જીવ લઇ લેશે. મોનિકાએ કહ્યું કે, મારા સાસુએ મને કાઈક પીવડાવી દીધું એમ કહીને મોનિકાએ પિતાને હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું. મોનિકાના પિતા શાંતિભાઈએ સાસરીયાના સાત સભ્યો વિરુધ ફરિયાદ નોધાવી છે. ફરિયાદ મળતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે સાસુ-સસરા અને એક નણંદોઈની ધરપકડ કરી લીધી છે. મોનિકાની એક નણંદ તાપી જિલ્લામાં મામલતદાર છે અને નણદોઈ કઠોરમાં ડોક્ટર છે. ટેનીશની પાસપોર્ટની સહીતની ડિટેઇલ્સ મેળવીને તેને ભારત લાવવા માટેની પ્રોસેસ કરશે. ત્યારે નણંદ પારુલ નેહા અને નિશાંત ભાગી ગયા છે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.