દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે આજ દિન સુધી વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય જ છે, આવી જ એક જગ્યા છે દક્ષિણી અસમની જતિંગા વેલી.
જતિંગા ગામમાં સપ્ટેમ્બર અને પ્ક્ટોબર મહિના દરમિયાન દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ આવીને અતમહત્યા કરી લે છે.
વદ પક્ષની રાતો દરમિયાન જતિંગા વેલીમાં આવા અજીબોગરીબ હાદસાની સંખ્યા બહુ વધી જાય છે.
આ દિવસોમાં સાંજે અહીં બહુ ધુમ્મસ રહે છે અને બહુ ઝડપી પવન ફૂંકાય છે.
સાંજે લગભગ 6 થી 10 વાગ્યાની વચ્ચે પક્ષીઓ આત્મહત્યા કરે છે અહીં.
મરનાં પક્ષીઓમાં સ્થાનીક અને પ્રવાસી ચકલીઓની લગભગ 40 પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
પક્ષીઓની આત્મહત્યાના રહસ્ય બાબતે આ વિસ્તારમાં ઘણી અલગ-અલગ વાતો માનવામાં આવે છે.
તો અહીંના લોકોનું માનવું છે કે, ભૂત-પ્રેત અને અદ્રષ્ય શક્તિઓનું કામ છે આ.
જ્યારે વૈજ્ઞાનિકોની એવી ધારણા છે કે, ઝડપી પવનના કારણે પક્ષીઓનું સંતુલન બગડી જાય છે અને તેઓ આસપાસનાં ઝાડ સાથે અથડાઈ ઘાયલ થાય છે અને મૃત્યુ પામે છે.
કારણ કઈં પણ હોય પરંતુ, સ્થાનિક પક્ષીઓની આત્મહત્યા દુનિયા માટે રહસ્ય જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.