એવું તો શું છે આ દીવાલ પાછળ કે, જ્યાંથી આવી રહ્યો છે ડરાવનો અવાજ – જાણો રહસ્યમય કહાની 

21મી સદી અંધશ્રદ્ધામાં નહીં પણ વિજ્ઞાનમાં વિશ્વાસ કરે છે. પરંતુ લખનઉના અલીગંજ વિસ્તારમાં આરતીના ઘરે જે બન્યું છે તેનાથી બધા આશ્ચર્યમાં છે. છેલ્લા 2 અઠવાડિયાથી…

21મી સદી અંધશ્રદ્ધામાં નહીં પણ વિજ્ઞાનમાં વિશ્વાસ કરે છે. પરંતુ લખનઉના અલીગંજ વિસ્તારમાં આરતીના ઘરે જે બન્યું છે તેનાથી બધા આશ્ચર્યમાં છે. છેલ્લા 2 અઠવાડિયાથી આરતીના ઘરેથી એક રહસ્યમય અવાજ આવી રહ્યો છે. આરતી છેલ્લા 27 વર્ષથી તેના પતિ, પુત્રી અને વૃદ્ધ માતા સાથે રહે છે. પરંતુ આ પરિવાર છેલ્લા 2 અઠવાડિયાથી ભયની છાયામાં જીવી રહ્યો છે.

આ ભયંકર અવાજ આરતીની માતાના ઓરડાની દિવાલમાંથી આવે છે અને તે આખા ઘરમાં સંભળાય છે. પહેલા એવી આશંકા હતી કે, બાજુમાં આવેલા મકાનમાં કોઈ કામ ચાલે છે તેથી મશીન ચલાવવાનો અવાજ આવે છે. જે પછીથી આપમેળે બંધ થઇ જાય છે. પરંતુ ધીરે ધીરે આ અવાજો વધતા ગયા અને કોઈપણ સમયે આવવા લાગે છે.

આરતીએ જણાવ્યું કે, તે અને તેનો પતિ કામ કરે છે જેના કારણે તેઓ આખો દિવસ ઘરની બહાર જ રહે છે. પુત્રી અને સાસુ ઘરે એકલા રહે છે. એક દિવસ જ્યારે આરતી ઓફિસથી ઘરે આવી ત્યારે સ્કૂટી પાર્ક કરતી વખતે મશીનગન જેવો અવાજ આવ્યો જેથી સ્કૂટી પરથી પડી ગઈ. ડરને કારણે આ પરિવાર 12 દિવસ સૂઈ શક્યો નથી.

આ મામલે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસ પણ આવી પરંતુ કોઈ સમાધાન આવ્યું નહીં. અહીં મહિલા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પરંતુ હવે અવાજ સંભળાયો નથી. પડોશમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, બાજુનું મકાન ઈન્સ્પેક્ટરનું છે અને થોડા સમય પહેલા ત્યાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જેના કારણે વિવિધ અફવાઓ ફેલાઇ રહી છે.

જોઇન્ટ પોલીસ કમિશનર નીલબાજા ચૌધરીએ જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી હતી કે ઘરની કોઈ ખાસ દિવાલ પરથી અવાજ આવી રહ્યો છે તેથી અમે સવારથી જ એક મહિલા કોન્સ્ટેબલ રાખી છે પરંતુ અવાજ આવ્યો નથી. આ અવાજ ક્યાં અને કેમ આવી રહ્યો છે તેના દરેક પાસાની અમે તપાસ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *