આખી દુનિયામાં કોરોનાવાયરસના કેસ વધતા જઈ રહ્યા છે. એના વચ્ચે તમામ દેશો કોરોનાવાયરસ ને લઈને પોતાની લડાઈ લડવા માટે જોડાયેલા છે. ઘણા દેશો કોરોનાવાયરસથી લડવા માટે ઉપયોગી થનાર સાધનોની અછત સામે પણ ઝઝૂમી રહ્યા છે. તેમની પાસે મેડિકલ સંસાધનોની ખુબ અછત થઈ ગઈ છે. હવે ચીને ઘણા દેશોને માસ્કની પૂર્તિ માટે મદદનો હાથ આગળ કર્યો છે પરંતુ એવી ખબર સામે આવી રહી છે કે થોડા દિવસો પહેલા ચીન અને કેનેડાને ૬૦ હજારથી પણ વધારે માસ્ક મોકલ્યા હતા. જેમાં વધારે માસ્ક ખરાબ નીકળી આવ્યા છે.
ખરાબ માસ્કના આ મામલામાં કેનેડા સામે મોટી મુશ્કેલી ઉભી કરી દીધી છે. કેનેડા સરકારને આશા છે કે ક્યારેક આ ખરાબ માસ્નાક ઉપયોગને લીધે હેલ્થ કેર સ્ટાફને કોરોનાવાયરસના સંપર્કમાં તો નથી આવી ગયા ને. એટલા માટે કેનેડાની સરકાર ઝડપથી તપાસમાં જોડાઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચીનથી આવેલા આ માસ્કને એક અઠવાડિયા પહેલાં જ ટોરેન્ટોની અલગ અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
જેનાબાદ થી જ ખબર આવી રહી છે કે ટોરન્ટોના હોસ્પિટલમાં વહેંચવામાં આવેલ માસ્ક ફાટી રહ્યા છે ત્યારબાદથી તમામ માસ્ક અને પાછા મંગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં એવા બીજા પણ દેશ છે જ્યાં જઈને મોકલેલા માસ્ક ખરાબ નીકળી આવ્યા છે. જેમાં સ્પેન, નેધરલેન્ડ ચેક રીપબ્લિક અને તુર્કી જેવા દેશ સામેલ છે. જો કે કેનેડાની તમામ જગ્યાએથી ખરાબ માસ્ક મળવાની પુષ્ટિ નથી થઈ. પરંતુ ફક્ત ટોરન્ટો શહેરમાં જ ચીનના ખરાબ માસ્કનો મામલો સામે આવ્યો છે.