દહેજ એવી વસ્તુ છે જેના કારણે જ લોકોના સબંધમાં દરાર ઉભી થતી હોય છે. આટલા સધ્ધર દેશમાં રહેવા છતાં પણ લોકો પોતાની આદતોથી નહિ જ સુધરે. લગ્ન સમયે દીકરીના ઘરના પાસેથી સંપતી અને રૂપિયા માંગે છે.
સમાજ ગમે એટલો જાગૃત બને પરંતુ દહેજનું દુષણ હજુ પણ સમાજમાં અનેક મહિલાઓ ની જિંદગીઓ બરબાદ કરી રહ્યું છે. નવાઇ તો ત્યારે લાગે જ્યારે ભાજપ જેવી મહિલાઓ ના સન્માનની વાત કરતી પાર્ટીના નેતાઓ જ પોતાની પુત્રવધુને સળગાવી દેવાની ધમકી આપતા હોય.
ખેડા જિલ્લાના નડિયાદના પશ્ચિમમાં રહેતા પ્રિતી પ્રવિણભાઇ મિસ્ત્રી નગરપાલિકામાં ભાજપના કાઉન્સિલર છે અને તેમના પુત્ર વિશાલના પત્ની મૌસમે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના સાસુ પ્રિતીબેન, સસરા પ્રવિણભાઇ, પતિ વિશાલ અને દિયર ધ્રુવ તેને ટોર્ચરિંગ કરીને દહેજની માંગ કરી રહ્યાં છે. તેને ધમકી આપી છે કે તારા પિયરમાંથી 50 તોલા સોનું લઇ આવ નહીં તો તને પેટ્રોલ નાખીને સળગાવી દેવામાં આવશે. પોલીસ ફરિયાદ મુજબ વારંવાર મૌસમને હેરાન કરવામાં આવી રહી છે. તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે અને સોનું અને રૂપિયાની માંગ કરવામાં આવી છે.
પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. અમે તમને જણાવી દઇએ કે પ્રવિણ મિસ્ત્રી અગાઉ પણ બોગસ ખેડૂત પ્રકરણમાં વિવાદમાં આવ્યાં હતા. અને હવે તેમના પર પુત્રવધુને મારી નાખવાની ધમકી આપ્યાંની પોલીસ ફરિયાદ થઇ છે.
અગાઉ બોગસ ખેડૂત પ્રકરણ બહાર આવ્યું હતું અગાઉ પ્રવિણભાઇ મિસ્ત્રી અને તેમના કાઉન્સિલર પત્ની પ્રિતીબેનનું બોગસ ખેડૂત પ્રકરણ પણ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યું હતું. જેને લઇને રાજકીય ગરમાવો પણ આવ્યો હતો. જોકે થોડા સમય બાદ આ મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.