સફળતાના શિખરો સર કરીને ‘કૌન બનેગા કરોડપતિ’ શો ની હોટ સીટ પર પહોંચી ગુજરાતની આ મહિલા

નડિયાદ (ગુજરાત): ગુજરાત (Gujarat) માં આવેલ નડિયાદની (Nadiad woman in KBC) મહિલા નમ્રતાબેન અજયભાઈ શાહ ‘કૌન બનેગા કરોડપતિ’ શો માં (Kaun Banega Crorepati 2021) હોટ સીટ પર ટૂંક જ સમયમાં જોવા મળશે.

નડિયાદની મહિલા અમિતાભ બચ્ચન સામે તેમના પ્રશ્નોનાં ઉત્તર આપતી જોવા મળશે. અથાગ પરિશ્રમ પછી આ મહિલાએ હોટ શીટ પર પહોંચતા નડિયાદ સહિત સમગ્ર રાજ્યની છાતી ગર્વથી ગદગદફૂલી ઉઠી છે. ટીવીના નાનકડા પડદા પર આવેલ નડિયાદની મહિલાએ આ શોમાં કેટલી રકમ જીતી છે તે હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી. ખેડા જિલ્લામાં આવેલ નડિયાદમાં રહેતા 59 વર્ષની નમ્રતાબેન અજયભાઈ શાહ કથ્થક નૃત્યના ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષથી સંકળાયેલ છે.

તપસા એકેડમી ઓફ ડાન્સ દ્વારા આણંદ, વિદ્યાનગર, નડિયાદમાં તેઓ તાલીમ આપી રહ્યા છે. તેમનો અભ્યાસ BSC ફીઝીક્સ સુધીનો અભ્યાસ કર્યો છે. નમ્રતાબેનને સંતાનમાં એક દીકરો છે કે, જે તબીબ ક્ષેત્રમાં જોડાયેલા છે. હાલમાં નમ્રતાબેને ‘કૌન બનેગા કરોડપતિ’ સિઝન 13માં ભાગ લીધો છે.

ઓડિશન આપતાં તેમનું સિલેક્શન થયું હતું. ત્યારપછી તેઓ હોટ શીટ સુધી પહોંચ્યા છે. હોટશીટ સુધી પહોંચવા માટે નમ્રતાબેને KBCના 4 જેટલા રાઉન્ડ પાર કર્યા છે. નમ્રતાબેન જણાવે છે કે, આની અગાઉ પણ તેમણે કોઈ વખત KBCમાં ટ્રાય નહી કર્યો. સૌપ્રથમવાર મહેનતથી આગળ આવ્યા છે.

આની સાથે તેમણે કહ્યું હતું કે, મારી હાલમાં ઉંમર 59માં રનીંગ તથા આવતા મહિને 60માં હું પ્રવેશ કરીશ. આની વચ્ચે અહીં પહોંચવું ખુબ મુશ્કેલ હતું. જેમાં પણ ખાસ કરીને કે, જે 4 તબક્કા ક્લીયર કરવાના હોય તેમાં મારાથી નાના એટલે કે, યુવાન લોકો મારી સાથે કન્ટેસટન્ટ હતા.

આની પહેલા વર્ષ 2000માં નમ્રતાબેનના નાના ભાઈ કૃશાંગ શાહ જ્યારે બેંગ્લોરમાં હતા ત્યારે કૃશાંગની KBCમાં પસંદગી થઈ હતી. આ દરમિયાન નમ્રતાબેન કમ્પેનીયન તરીકે તેમની સાથે ગયા હતા. આ દરમિયાન કૃશાંગે 3,20,000 રૂપિયાની રકમ જીતી હતી. આ એપિસોડ આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બરે રાત્રે 9થી 10:30 સુધી સોની ચેનલ પર આવવાનો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *