કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈમાં વિપક્ષ સહીત દરેક રાજનૈતિક પાર્ટીઓ અને સમાજના દરેક વર્ગ પ્રધાનમંત્રી મોદીની સાથે ઉભા છે. જેના હેઠળ મોદીએ રવિવારે દેશના બધા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે વાત કરી. તે ઉપરાંત તેમણે મહત્વના રાજનૈતિક પાર્ટીઓના નેતાઓ સાથે પણ વાત કરી. પીએમઓના સૂત્રો અનુસાર પ્રધાનમંત્રીએ રવિવારે સૌથી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે વાત કરી. ત્યાર બાદ તેમણે પ્રતિભા પાટિલ સાથે વાત કરી. આ સાથે જ તેમણે પૂર્વ પીએમ મનમોહન સિંહ અને એસ જી દેવગોડા સાથે પણ વાત કરી.
વિપક્ષના નેતાઓને પણ ફોન કરીને સલાહ માંગી
પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ ફોન પર કોરોના અંગે સલાહ-સૂચન માંગ્યા. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના સીનિયર નેતા મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો અને પશ્મિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, બીજૂ જનતા દળ સુપ્રીમો અને ઓડિશાના સીએમ નવીન પટનાયક અને તેલંગાણાના સીએમ કેસીઆર સાથે પણ ફોન પર વાત કરી. તેમણે અકાલી દળના સીનિયર નેતા પ્રકાશ સિંહ બાદલને પણ ફોન કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ કોરોના અંગે સૂચન કરવા વિનંતી કરી
મળતી માહિતી મુજબ, પીએમ મોદીએ દરેકને કોરોના વાયરસથી બચવા માટે અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાં વિશે જણાવ્યું અને કહ્યું કે તેમની પાસે કોઈ સારો રસ્તો હોય તો જરૂરથી શેર કરે. 8 એપ્રિલે તે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વધુ એક મિટિંગ કરવા જઈ રહ્યા છે.
હાલ કોરોનાના ગુજરાતમાં 122 કેસ થઇ ગયા છે. દિન પ્રતિદિન કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. વિશ્વ આખામાં કોરોના મહામારીને કારણે 60,000 થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જેથી કોરોનાને હરાવવા પ્રધાનમંત્રી શક્ય હોય તે દરેક પાસેથી સૂચન માંગી રહ્યા છે. વિપક્ષ પણ તેમનો સાથ આપી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news