સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાનના ભાષણ પહેલા પાકિસ્તાનમાં હંગામો થયો છે. પાકિસ્તાની અખબાર ધ નેશને એક કાર્ટૂન ચિત્ર પ્રકાશિત કર્યું છે. જેની અંદર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રથ પર બેઠેલા બતાવવામાં આવ્યા છે. આ રથને ઘોડો નહી પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ખેંચી રહ્યા છે.
આ ચિત્ર જોતા લાગે છે કે જાણે ઇમરાન ખાનની માંસપેશમાં તાણ પડી રહી હોય. ઇમરાન આ બંન્નેને ખેંચતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં ચાબુક છે જે તે ઇમરાન ખાન પર ચલાવવા જઇ રહ્યા છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની બાજુમાં બેઠેલા નરેન્દ્ર મોદીના ખભા પર મૈત્રીપૂર્ણ હાથ રાખી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીને હસતાં બતાવવામાં આવ્યા છે. આ કાર્ટૂન રિલીઝ થયા બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. લોકોએ તેમના પોતાના વડા પ્રધાનને બદનામ કરવા બદલ ધ નેશન અખબારની ટીકા કરી છે. ટ્વીટર ઉપર પણ તીખી પ્રતિક્રિયા સામે આવી રહી છે. સલમાન અંસારી અને અશફાક ખ્વાજા જેવા લોકોએ આ કાર્ટૂનને સ્તબ્ધ કરનારું પરંતુ સાચુ ગણાવ્યુ છે.
અને આવા સમયે મુસ્તાક સહિત ઘણા લોકોએ અખબાર પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેઓ કહે છે કે ઇમરાન ખાન બહાદુરીથી વિશ્વના મંચ પર પોતાનો પક્ષ મૂકી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોએ વડા પ્રધાનને ટેકો આપવો જોઈએ. આયેશા નદીમે લખ્યું છે કે લોકોએ વડા પ્રધાનને ટેકો આપવો જોઈએ, તેનાથી વિપરીત અહીં ઇમરાન ખાનનું કાર્ટૂન છાપવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.