કેરલના મુન્નાર સ્થિત પોસ્ટ ઓફિસમાં પાછલા ત્રણ દિવસમાં ૧૫૦૦ થી પણ વધારે સેવિંગ એકાઉન્ટ ખોલવામાં આવ્યા. અધિકારીઓ આ ઉત્સાહ અને જોઈને હેરાન થઈ ગયા. તેમણે થોડી તપાસ કરી તો જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર એક અફવા ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મોબાઇલમાં એક મેસેજ આવ્યો છે કે નરેન્દ્ર મોદી તમારા ખાતામાં ૧૫ લાખ રૂપિયા મોકલી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે અમુક આવા અફવા ભરેલા મેસેજ પહેલા આવ્યા હતા. તપાસ કરવાથી આ વાત ખોટી સાબિત થઇ.
2014ના પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ વાયદા પર આ અફવા ઉડી હતી :-
જાણકારી મુજબ સવારે તત્વો અફવા ફેલાવી હતી કે મોદીજી તેમના ખાતામાં ત્રણથી પંદર લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાના છે. આ ખાતા પોસ્ટ ઓફિસમાં ખુલ્લા હોવા જોઈએ. આ મેસેજમાં પ્રધાનમંત્રી મોદીએ 2014ની ચૂંટણીમાં કરેલ એક કરવામાં આવેલ વાયદા નો ઉલ્લેખ થયો હતો. અફવા એટલી ઝડપથી ફેલાણી કે હજારો લોકોએ પોસ્ટ ઓફિસમાં પોતાના ખાતા ખોલાવી નાખ્યા.
રવિવારે સૌથી વધુ ખાતા ખુલ્યા :-
જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આખા દેશમાં એક કરોડ ખાતા ખોલવાનું લક્ષ્ય રાખ્યું હતું. ત્યારબાદ પોસ્ટ ઓફિસના અધિકારીએ વધુ ને વધુ ખાતા ખુલે તે માટે રવિવારે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી હતી. પણ આ ડ્રાઈવ કરતા વધુ અફવાને કારણે ખાતા ખોલવા માટે પોસ્ટ ઓફિસની બહાર ભીડ જામી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ બોલાવવી પડી.
કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર કામ કરી રહ્યા છીએ
પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે “અમે ક્યારેય નથી કીધું કે આ ખાતાઓ ખોલી આવનારને ખાસ ફાયદો થશે. કેન્દ્ર સરકારના નિર્દેશો અનુસાર નવા ખાતા ખોલાવવા માટે અમને સુવિધાઓ આપવામાં આવી રહી છે.” પોસ્ટ ઓફિસ ના અધિકારીઓના કહેવા મુજબ આપવાથી લોકોને બચાવવા માટે પોસ્ટ ઓફિસની બહાર બોર્ડ પણ લગાવવામાં આવી ગયા છે. ફક્ત મુન્નાર પોસ્ટ ઓફિસમાં છે પાછલા બે દિવસમાં 1050 નવા ખાતા ખુલ્યા.
લોકોએ પોસ્ટ ઓફિસ પાસે ફ્રી જમીન અને ઘરની પણ ડિમાન્ડ કરી
પોસ્ટ ઓફિસની બહાર લોકો ને નિયંત્રિત કરવા પોલીસ બોલાવવી પડી હતી. આ દરમિયાન લોકોએ ફ્રી જમીન અને મકાનને પણ ડિમાન્ડ કરી હતી.