પ્રધામંત્રી કાર્યાલયે ટવીટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સવારે ૧૦ કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરશે.
માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી દ્વારા લોકડાઉન વધારવા અંગે મોટી જાહેરાત થઇ શકે છે. મુખ્યમંત્રી સાથે ની બેઠકમાં અરવિંદ કેજ્રીવાલના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકડાઉન વધારવાનો નિર્ણય કરી ચુક્યા છે. આમ આવતી કાલે પ્રધાનમંત્રી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી શકે છે.
Prime Minister @narendramodi will address the nation at 10 AM on 14th April 2020.
— PMO India (@PMOIndia) April 13, 2020
ઉલ્લેખનીય છે કે કોરોનાવાઈરસ અત્યાર સુધી દેશના 25 રાજ્યોમાં પગપેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદરા નગર હવેલી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે. અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમણના 9289 કેસ અને 340 લોકોના મોત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news