ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હાલમાં જ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી મોદી સાથે સતત 45 મિનિટ વાતચીત કરી ખોડલધામ મંદિરના કાર્યક્રમો માટે આમંત્રણ આપ્યું હતું. તમે જણાવી દઈએ કે આજરોજ કેટલાક ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલ દિલ્હી પહોંચ્યા હતા.
એક સમયે કોંગ્રેસમાં જોડાવાની તીવ્ર ઈચ્છાનું પ્રદર્શન કરતા નરેશ પટેલ આજે ધનતેરસના દિવસે પીએમ હાઉસમાં જઈને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. અને વન ટુ વન બેઠક પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન નરેશ પટેલની સાથોસાથ ખોડલધામ મંદિરના ટ્રસ્ટીઓ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પણ જોવા મળ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ મુલાકાતે એક નવા રાજકારણને જન્મ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે, આજરોજ નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ આજરોજ દિલ્હી ગયા હતા. નરેશ પટેલ સહિત અને ટ્રસ્ટીઓ પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. સાથો સાથ નરેશ પટેલે પ્રધાનમંત્રી મોદીને મંદિરના કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું.
જાણવા મળ્યું છે કે, નરેશ પટેલ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે 45 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ વાતચીતમાં શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ મળતી માહિતી અનુસાર, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખોડલધામ પધારવા આમંત્રણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ સતત ભાજપ સરકારને પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ બાબતે રજૂઆત કરી રહ્યા હતા. ત્યારે આજે દિલ્હીમાં થયેલી મુલાકાતમાં આ મુદ્દો નરેશ પટેલે રજૂ કર્યો હોવાની જાણકારી સામે આવી છે. આગામી સમયમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખોડલધામ મંદિરે પધારવાનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપને પાટીદાર વિરોધી પાર્ટી જણાવવાનું દાવા પર પાણી ફરી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.