દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કટ્ટરવાદી વિચારધારા ધરાવતો નાથુરામ ગોડસે હતો. આ જ ગોડસેને હાલની ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નેતાગીરી પૂજનીય માને છે. અને આદર્શ પણ માને છે. લોકોમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ ભડકાવનારા નિવેદનો પણ સતત પ્રકાશમાં આવતા રહે છે. કહેવાતા રાષ્ટ્રપ્રેમી કાર્યકરો મહાત્મા ગાંધી પર આરોપ લગાવતા રહ્યા છે કે, મહાત્મા ગાંધી ભાગલા સમયે પાકિસ્તાન તરફનો ઝૂકાવ ધરાવતા હતા અને પાકિસ્તાન અને 51 કરોડ રૂપિયાની સહાય અપાવી હતી. જે દેશ વિરોધી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલના નામે મોટું રાજકારણ ખેલતા આજના નેતાઓ કદાચ એ ભૂલી ગયા છે કે, ગાંધીનો હત્યારો ગોડસે સરદાર વલ્લભભાઈ પટેલને પણ પતાવી દેવા માંગતો હતો. તેવો ચોંકાવનારો ખુલાસો એક વરિષ્ઠ પત્રકાર પોતાના બ્લોગમાં કર્યો છે. એવું જ નહીં સરદાર પટેલની હત્યાના કાવતરા ના કારણ અને રાજકારણ વિશે પણ ઘણો લખવામાં આવ્યું છે. નથુરામ ગોડસેના હિટલીસ્ટ માં સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા. ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલ પર વડોદરા અને ભાવનગરમાં જીવલેણ હુમલાઓ થયા હતા. આ હુમલાઓ ગાંધીજી પર હુમલા થતા હતા તે પ્રકારના જીવલેણ હતા.
મહાત્મા ગાંધીના પટ્ટશિષ્ય સરદાર પટેલ ૧૯૩૮માં વડોદરા રાજ્યના પ્રજામંડળના અધ્યક્ષ તરીકે ભાદરણમાં પરિષદના સમારંભમાં સામેલ થવા જતાં વડોદરામાં તેમની શોભાયાત્રા પર માંડવીમાં હુમલો કરાયો હતો. એવું જ ભાવનગરમાં મે ૧૯૩૯માં વલ્લભભાઈનો જાન લેવાના ઈરાદે હુમલા કરવાની યોજના બની હતી, પણ નગીના મસ્જિદ નજીક થયેલા હુમલામાં બે નવાણીયા કૂટાઇ ગયા અને મોતને ભેટ્યા. નાનાભાઈ ભટ્ટ પણ ગંભીર રીતે ઘવાયા.
ગાંધીજીના હત્યાના આરોપમાં 8મી નવેમ્બર 1949 ના રોજ નથુરામ ગોડસેને ફાંસીની સજા આપવામાં આવી હતી. મથુરામે ૧૫મી નવેમ્બર 1949 ના રોજ અંબાલા સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ દિવસને હાલના કહેવાતા રાષ્ટ્ર ભક્તો સૂર્ય દિવસ તરીકે ઉજવે છે .આ હુમલાના સહ આરોપી નથુરામ ગોડસેના નાનાભાઈ ગોપાલ ગોડસે ને પણ કાવતરૂં રચવાના સંદર્ભમાં જેલ થઈ હતી.
ગોપાલ ગોડસેએ જેલમાંથી છૂટ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલ પર કાદવ ઉછાળ તો એક પત્ર લખ્યો હતો. જેમાં ગોપાલ ગોડસે કહ્યું હતું કે, પટેલ હવે મને પૂછતા નથી, મારી અવગણના કરે છે. આ તમામ વાતોની પાર્શ્વભૂમિમાં ગાંધીની હત્યામાં સરદાર પટેલ નો હાથ હતો એવી આશંકા પણ વ્યક્ત કરાઈ છે. પરંતુ આ વાક્યો પટેલને અન્યાય કરવા સમાન છે. વધુમાં ગોપાલ ગોડસે લખ્યું હતું કે ગાંધીજીની હત્યા પહેલા પટેલ રાજીનામું આપવાના હતા. પરંતુ ગાંધીજીની હત્યા થઈ ગઈ ગાંધીજી ની હત્યા ન થઈ હોત તો બે ચાર દિવસમાં સરદાર પટેલના રાજીનામા ના સમાચાર વાંચવા મળ્યા હોત.
હકીકતમાં ગાંધીજીની હત્યા માટે સરદાર પટેલને જવાબદાર ગણાવવાની ઝુંબેશ જયપ્રકાશ નારાયણ અને સામ્યવાદી નેતા ઓ ચલાવી હતી. આ પ્રકારના આરોપો ખૂબ આઘાત જનક કહી શકાય કારણ કે સરદાર પટેલ હંમેશા મહાત્માને સમર્પિત હતા.
-સંદર્ભ: હરિભાઈ દેસાઈ: Nathuram Godse sweares to kill Sardar Patel too