Bournvita News: દેશના લગભગ તમામ ઘરોમાં બાળકોને હેલ્થ ડ્રિંક આપવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ નામ બોર્નવિટા(Bournvita)નું આવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ બાળકોના સારા સ્વાસ્થ્યનો દાવો કરતી બોર્નવિટામાં લગભગ અડધી ખાંડ હોવાના આરોપો પછી તેની માલિકીની કંપની મોન્ડેલેઝ ઈન્ડિયા ઈન્ટરનેશનલને નોટિસ મોકલી છે. ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલ દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. સાત દિવસમાં કંપનીનો જવાબ અને વિગતવાર રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.
ચિલ્ડ્રન્સ કમિશનને ફરિયાદ મળી હતી કે બોર્નવિટાનો દાવો કરવામાં આવ્યો છે કે તે બાળકોના શારીરિક વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરે છે, જ્યારે તે બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. કમિશને હવે એક નોટિસ મોકલી છે જેમાં ભ્રામક જાહેરાતો, પેકેજિંગ, લેબલો પાછી ખેંચી લેવા અંગે વિગતવાર અહેવાલ મોકલવા જણાવ્યું છે.
નોટિસમાં આ વાતો કહેવામાં આવી છે:
મોન્ડેલેઝ ઈન્ટરનેશનલને આપવામાં આવેલી નોટિસમાં કમિશને કહ્યું કે, આ પ્રોડક્ટ વિશે કમિશનને કહેવામાં આવ્યું છે કે તેમાં મોટા પ્રમાણમાં ખાંડ છે. ઉપરાંત, એવા કેટલાક ઘટકો છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. બાળ અધિકાર પંચે જણાવ્યું હતું કે બોર્નવિટા FSSAI માર્ગદર્શિકા અને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ફરજિયાત જાહેરાતો બતાવવામાં નિષ્ફળ રહી છે. આયોગે સ્નેક્સ કંપની પાસેથી એક સપ્તાહમાં જવાબ માંગ્યો છે.
અડધાથી વધુ ખાંડ હોવાનો વિડીયો વાયરલ થયો હતો:
આરોપ છે કે ‘હેલ્થ ડ્રિંક’ના નામે વેચાઈ રહેલા બોર્નવિટામાં ખાંડની વધુ માત્રા ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. આ દાવો વિશ્લેષક રેવંત હિમાત્સિંકાએ એક વિડીયો પોસ્ટ કરીને કર્યો છે. વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે, ‘બોર્નવિટાની ટેગ લાઇન “તૈયારી જીત કી” છે, પરંતુ તે “તૈયારી ડાયાબિટીસ કી” હોવી જોઈએ. જ્યારે આ વિડીયોવાયરલ થયો, ત્યારે કંપનીએ રેવંતને લીગલ નોટિસ મોકલી, જેના પર રેવંતે દરેક જગ્યાએથી વિડીયો ડિલીટ કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.