મારી પાસે એક આઇડિયા છે અમે નથી કહી રહ્યા પરંતુ તુર્કીના રહેવાસી એક વ્યક્તિએ આવા ટ્વિટર ઉપર કરી હતી. આ પોસ્ટે તુર્કીના આ વ્યક્તિને હીરો બનાવી દીધો છે. એનસ શાહીન નામના વ્યક્તિ ની પોસ્ટ એટલી વાયરલ થઈ કે તેના ઉપર ૫૫ હજારથી પણ વધારે કમેન્ટ આવ્યા અને તેની અસર એ થઈ કે ત્યાંની સરકારે આ પોસ્ટ ઉપર પોતાની સકારાત્મક પ્રતિક્રિયા આપી.
એનસ સાહિન એ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે મને એક આઈડિયા આવ્યો છે. આપણે રાષ્ટ્રીય વૃક્ષારોપણ દિવસ ની જાહેરાત કેમ નથી કરતા. આપણે વર્ષમાં એક દિવસની રજા લઈએ અને વૃક્ષો ઉગાડીએ.આવો આપણે દુનિયા માટે એક દાખલો રજુ કરીએ અને આવનારી પેઢીઓને હર્યોભર્યો દેશ આપીએ.
સાહિન ના આડિયા ઉપર તુર્કીના રાષ્ટ્રપતિ અડોર્ગણ એ જવાબ આપ્યો અને કહ્યું, એનાસ આયે મહાન વિચાર છે. અમે હંમેશા હર્યાભર્યા તુર્કી માટે કામ કર્યું છે અને આગળ પણ એવું જ કરતા રહીશું. મારો મિત્ર અને હું આ જવાબદારી લઈએ છીએ કે આપણા દેશ માં એક રાષ્ટ્રીય વૃક્ષારોપણ દિવસ હોય.
સાહિન એ રાષ્ટ્રપતિને ધન્યવાદ આપતા લખ્યું કે, રાષ્ટ્રપતિ મહોદય હું ખૂબ ખુશ છું કે તમે મારા આહવાન ઉપર જવાબ આપ્યો.અમે આપના આભારી છીએ કે તમે સેંકડો યુવાનો નો અવાજ છો.
Bu çok güzel bir fikir Enes. Biz her zaman yemyeşil bir Türkiye için çalıştık, çalışıyoruz. Milli bir ağaçlandırma bayramımızın olması için de ben ve arkadaşlarım her zamanki gibi üzerimize düşeni yapacağız. ??? https://t.co/UPbMmuOyFQ
— Recep Tayyip Erdoğan (@RTErdogan) July 12, 2019
જોકે તુર્કીમાં વૃક્ષારોપણ માટે રાષ્ટ્રીય રજા ની જાહેરાત થતાં પહેલા સહિન એ પહેલાં જ ટ્વિટર ઉપર હજારો લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી. તે પોતે પણ વૃક્ષો માટે આગળ આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.