ભારતીય વૈજ્ઞાનિકનો દાવો- “માત્ર પાંચ દિવસમાં સૂર્યગ્રહણ થવાથી કોરોના વાયરસનો ખાત્મો થશે “

દેશ અને વિશ્વમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન, ચેન્નાઇમાં એક વૈજ્ઞાનિકે સૂર્યગ્રહણ (solar eclipse) અને કોરોનાવાયરસ(CORONA) વચ્ચેના સંબંધ હોવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિક ડો.કે.એલ સુંદર કૃષ્ણએ (Scientist KL Sundar Krishna) દાવો કર્યો છે કે, ગત વર્ષે 26 ડિસેમ્બરે સૂર્યગ્રહણનો કોરોના વાયરસ સાથે સીધો સંબંધ છે અને આવતા 21 જુનના ​​સૂર્ય ગ્રહણ પર કોરોના વાયરસનો ખાત્મો થશે.

તેઓ કહે છે કે, સૂર્યગ્રહણ પછી ઉત્સર્જિત વિખંડન ઉર્જાના કારણે પ્રથમ ન્યુટ્રોનના કણ સાથે સંપર્ક કર્યા પછી કોરોનો વાયરસ તૂટી ગયો છે. ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ડિસેમ્બર 2019 થી કોરોનો વાયરસ આપણા જીવનનો નાશ કરવા માટે આવ્યો છે. મારી સમજ મુજબ, 26 ડિસેમ્બરના રોજ છેલ્લા સૂર્યગ્રહણ પછી સૌરમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાઈ ગઈ છે.

ડો.કૃષ્ણના મતે ગ્રહોની વચ્ચે ઉર્જામાં પરિવર્તનને કારણે આ વાયરસ ઉપરી વાયુમંડળમાંથી ઉત્પન્ન થયા છે. આ પરિવર્તનને કારણે, પૃથ્વી પર યોગ્ય વાતાવરણ બનયું હતું. આ ન્યુટ્રોન સૂર્યની સૌથી વધુ વિખંડન ઊર્જામાંથી નીકળી રહ્યાં છે. પરમાણુ નિર્માણની આ પ્રક્રિયા બાહ્ય સામગ્રીને કારણે શરૂ થઈ શકે છે, જે ઉપલા વાતાવરણમાં બાયો-અણુઓ અને બાયો-ન્યુક્લીઓના સંપર્કમાં હોવાને કારણે થઈ શકે છે. બાયો-પરમાણુ બંધારણ (પ્રોટીન) નું પરિવર્તન આ વાયરસનું સંભવિત સ્રોત હોઈ શકે છે.

સૂર્યના કિરણોથી કોરોના થશે ખતમ 

ડો.કે.એલ. સુંદર કૃષ્ણના મતે, પરિવર્તનની પ્રક્રિયા સૌપ્રથમ ચીનમાં શરૂ થઈ હોવી જોઈએ. જો કે, આ દાવા માટે કોઈ પુરાવા નથી. તેમણે કહ્યું કે, તે પ્રયોગ અથવા ઇરાદાપૂર્વકનો પ્રયાસ પણ હોઈ શકે છે. આવનાર સૂર્યગ્રહણ એ કોરોના વાયરસને નાબૂદ કરવા માટેનો વળાંક સાબિત થઈ શકે છે. સૂર્યની કિરણોની તીવ્રતા વાયરસને નિષ્ક્રિય બનાવશે. સૂર્યકિરણ અને સૂર્યગ્રહણ આ વાયરસનો પ્રાકૃતિક ઇલાજ છે.

21 જૂને સૂર્યગ્રહણ

અત્રે ઉલ્લેખનીય છે કે, 21 જૂને સૂર્યગ્રહણ છે. જ્યોતિષશાસ્ત્રના મતે, આ ઘટના અનેક જ્યોતિષીય બનાવોમાં ફેરફારનું નિમિત્ત બનશે. 21 જૂને રવિવારે સૂર્યગ્રહણ સવારે લગભગ 10.20 વાગ્યે શરૂ થશે, જે બપોરે 1.49 વાગ્યે પૂરૂં થશે. એનું સૂતક 12 કલાક પહેલા 20 જૂને રાત્રે 10.20 વાગ્યે શરૂ થશે, જે ગ્રહણ સાથે જ પૂરૂં થશે. આ તર્કની સંદેશન્યૂઝ પુષ્ટિ કરતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *