દેશ માટે ગોલ્ડ મેડલ જીતેલી આ ખેલાડી આજે પરિવારનું ગુજરાન ચલાવવા વેચી રહી છે દારુ

સોશિયલ મીડિયા પર કેટલીક ઘટનાઓના વિડીયો સામે આવતા રહેતા હોય છે. હાલમાં પણ આવો જ એક હ્રદયસ્પર્શી વિડીયો સામે આવી રહ્યો છે. આ વિડીયો વાયરલ થતા લોકો મજબૂરીમાં માણસે શું-શું નથી કરવું પડતું તેનું તાદ્રશ્ય ઉદાહરણ સામે આવ્યું છે. ઝારખંડના મુખ્યમંત્રી દ્વારા ટ્વીટ કરીને મદદની તાકીદ કરવી પડી હતી. આવો જાણીએ શું છે એવી આ હ્રદયદ્વાવક ઘટના?

ઝારખંડના CM આવ્યા મદદે:
ઝારખંડમાં રહેતા વિમલા મુંડાએ કરાટેમાં કેટલાંક ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. તેમણે પોતાના વિસ્તારને ઓળખ પણ અપાવી છે પરંતુ હાલમાં વિમલા મુંડાની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ ‘દેશી દારૂ’નું વેચાણ કરી રહ્યા છે.

આ વાત વર્ષ 2011ની છે કે. જ્યારે તેમણે 34મા નેશનલ સ્પોર્ટ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હાલમાં તેઓ સરકાર તરફથી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે. હાલમાં તેઓ ‘દેશી દારૂ’નું વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારમાં ગરીબી હોવા છતાં તેમણે સ્પોર્ટ્સમાં રુચિ લઈને તેમાં આગળ વધ્યા.

તેમણે પોતાના રાજ્ય માટે એવોર્ડ જીત્યા પરંતુ તેઓને હજુ સુધી નોકરી મળી નથી. લોકડાઉન વખતે એમણે કરાટે પ્લેયર્સને કોચિંગ આપવાની શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ તે બંધ કરવું પડ્યું હતું. પરિવારનું ગુજરાન ચલાવવા માટે હવે તેઓ મજબૂરીમાં ચોખાની બીયર વેચી રહ્યા છે.

તેઓ કોમર્સ ગ્રેજ્યુએટ છે. હાલમાં ઝારખંડના CM હેમંત સોરેને કરાટે પ્લેયર વિમલા મુંડાની ખરાબ આર્થિક પરિસ્થિતિની ગંભીર રીતે નોંધ લીધી છે. તેમણે સ્પોર્ટ્સ સચિવને આદેશ આપ્યો છે કે, વિમલાને શક્ય એટલી મદદ કરવામાં આવે. તેમણે ટ્વિટરના માધ્યમથી આ વાતની જાણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *