સમગ્ર દુનિયા પર ઘેરાયા મહાસંકટના વાદળો: 100 વર્ષે આવનારી કુદરતી આફતો હવે દર વર્ષે ત્રાટકશે

સામાન્ય રીતે જોવા જઈએ તો કુદરતી આફતો(natural disasters) દરિયાકાંઠે સો વર્ષમાં એકવાર ત્રાટકતી હતી. પરંતુ તે હવે ગ્લોબલ વોર્મિગ(Global warming)ને કારણે આ સદીના અંત આવે…

સામાન્ય રીતે જોવા જઈએ તો કુદરતી આફતો(natural disasters) દરિયાકાંઠે સો વર્ષમાં એકવાર ત્રાટકતી હતી. પરંતુ તે હવે ગ્લોબલ વોર્મિગ(Global warming)ને કારણે આ સદીના અંત આવે ત્યાં સુધી દર વર્ષે ત્રાટકતી રહેશે તેવું એક રીસર્ચમાં જાણવા મળ્યું છે. નેચર ક્લાઇમેટ ચેન્જ(Nature Climate Change) નામની જર્નલમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં ખાસ કરીને પાણીની સપાટી વધવા પર ધ્યાન દોરવવામાં આવ્યું છે.

7,283 સ્થળમાંથી અડધા સ્થળે જળસપાટી વધવાની ઘટનાઓમાં થશે એક સાથે સો ગણો વધારો:
સંશોધકોએ આગાહી કરી છે કે, પૃથ્વી પર વધતા જતાં તાપમાનને લીધે દુનિયાભરમાં દરિયાકાંઠાઓ પર આવેલાં 7,283 સ્થળમાંથી અડધા સ્થળે જળસપાટી વધવાની ઘટનાઓમાં એક સાથે સો ગણો વધારો થશે.

આવનારા સમયમાં વાતાવરણ કેવું હશે તે બાબતે અનિશ્ચિતતા પ્રવર્તે છે ત્યારે આ સંશોધકોએ જણાવતા કહ્યું હતું કે, દુનિયાના તાપમાનમાં દોઢ કે બે ડિગ્રી જેટલો વધારો થશે તો પણ જળસપાટી વધી જશે અને મોટી આફતો ત્રાટકી શકે છે. સંશોધકોના મત અનુસાર 2070 સુધીમાં જ ઘણાં ખરા સ્થળે સમુદ્રની જળસપાટીમાં સો ગણો વધારો થઇ જશે અને આજુબાજુના વિસ્તારો જળમગ્ન થઇ જશે.

સમુદ્રની જળસપાટીની અસર ઉત્તરના વિસ્તારો કરતાં દક્ષિણના વિસ્તારો પર આગાઉ થશે જાણો શા માટે?
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીની પેસેફિક નોર્થવેસ્ટ નેશનલ લેબોરેટરી ખાતે સંશોધકોની ટીમની આગેવાન હવામાન વિજ્ઞાની ક્લાઉડિયા ટેબાલ્ડીએ જણાવતા કહ્યું હતું કે, દુનિયામાં વધતી જતી સમુદ્રની જળસપાટીની અસર ઉત્તરના વિસ્તારો કરતાં દક્ષિણના વિસ્તારો પર વહેલી થશે.

જે વિસ્તારોમાં જળસપાટી વધવાને કારણે સૌથી વધારે અસર થવાની સંભાવના છે. તેમાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલા ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા સ્થળો, અરેબિયન દ્વિપ અને ઉત્તર અમેરિકાના પેસેફિક દરિયાકાંઠે આવેલા સ્થળો તથા હવાઇ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને કેરેબિયન ટાપુઓનો સંગ્રહ થઇ જાય છે.

2100 સુધીમાં સમુદ્રની જળસપાટીમાં થશે 100 ગણો વધારો:
જોવા જઈએ તો ઉત્તર અમેરિકાના નોર્ધન પેસેફિક કોસ્ટ અને પેસિફિક કોસ્ટ ઓફ એશિયાના દરિયાકાંઠે આવેલા સ્થળોને પ્રમાણમાં ખુબ જ ઓછી અસર થશે. આ રીસર્ચ દરમિયાન વિવિધ પરિબળોને કારણે વિવિધ સ્થિતિઓ કલ્પવામાં આવી રહી છે.

તેમાં સૌથી ખરાબ પરિસ્થિતિમાં દોઢ ડિગ્રી તાપમાન વધવાને લીધે 2100 સુધીમાં જળસપાટીઓમાં 100 ગણો વધારો થઇ શકે છે. તો જોવા જઈએ તો બીji બાજુ એવી પણ સ્થિતિ પણ સર્જાઇ શકે છે કે તાપમાનમાં પાંચ ડિગ્રીનો વધારો થાય તો પણ 70 ટકા સ્થળો પર તેની વધારે પ્રમાણમાં અસર ન પડે તેવું પણ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *