જામનગરમાં વીજળી ત્રાટક્યાનાં ભયંકર દ્રશ્યો કેમેરામાં થયા કેદ- આ વિડીયો જોઇને હચમચી જશો

જામનગર(ગુજરાત): હાલ સમગ્ર ગુજરાત(gujarat)માં વરસાદે જાણે તારાજી સર્જી છે તો બીજી બાજુ શાહિન(Shahin) વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ઠેકઠેકાણે ગાજવીજ સાથે ભારે…

જામનગર(ગુજરાત): હાલ સમગ્ર ગુજરાત(gujarat)માં વરસાદે જાણે તારાજી સર્જી છે તો બીજી બાજુ શાહિન(Shahin) વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ઠેકઠેકાણે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે અને આકાશી વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. આ દરમિયાન, આવી જ એક ઘટના જામનગરમાંથી(Jamnagar) સામે આવી છે. જાણવા મળ્યું છે કે, જામનગર પાસે બેડના ટોલ નાકે(bed toll plaza) વીજળી પડી હતી. વીજળી એટલી જોરદાર હતી કે, જોનાર દરેક ડરી ગયા હતા. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા(sky lighting viral video) ઉપર હાલ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે એ મુજબ આકાશમાં વરસાદી માહોલ છવાયો છે અને કાળા ડિબાંગ વાદળો પણ છવાલેયા છે. આ દરમિયાન જામનગર પાસે બેડ ટોલ પ્લાસા પાસે સીસીટીવી કેમેરા લગાવેલો હતો. ટોલ ટેક્ષથી થોડે દૂર આકાશમાં ચમકારા સાથે વીજળી જમીન તરફ નીચે આવતી જોવા મળે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આંખના પલકારે ક્ષણવાર વીજળીના અજવારે આખા વિસ્તારમાં પ્રકાશ ફેલાઈ જાય છે. આ વીજળી એટલી ભયંકર રીતે પડી છે કે જોનારા પલવાર માટે ડરી જાય.

વેલ માર્ક લો પ્રેશર અરબી સમુદ્રમાં ગયા બાદ ડિપ્રેશન બનશે અને ત્યાર બાદ ડીપ ડિપ્રેશન બનશે અને બાદમાં વાવઝોડું બનશે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાક દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *