BIG BREAKING: ગુજરાત સરકારે નવરાત્રીને લઈને મોટો નિર્ણય, સાથે રાત્રી કર્ફ્યુંમાં આપી મોટી રાહત

ગુજરાત(Gujarat): કોરોના(Corona) મહામારીને લઈને ગયા વર્ષે કોઈ પણ જગ્યા પર ગરબાના આયોજનને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી નહોતી. જો કે આ વર્ષે કોરોનાની સ્થિતિ થોડી હળવી થતા અને કોરોનાના કેસોમાં ઘટાડો થતા સોસાયટી અને ફાર્મ હાઉસોમાં તથા શેરી ગરબાને નક્કી કરવામાં આવેલ નિયમો સાથે મંજુરી આપવામાં આવી છે.

જો કે હાલમાં આ અંગે કોઈ SOP ની જાહેરાત કરવામાં આવી નથી. સરકાર દ્વારા આ અંગે થોડાક જ સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ સાથે સાથે કર્ફ્યૂમાં પણ 1 કલાકની રાહત આપવામાં આવી છે. રાત્રી કરફ્યુ(Night curfew)માં રાહત મળ્યા બાદ હવે કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે જે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.

આ સાથે નવરાત્રી(Navratri) દરમિયાન તમામ રેસ્ટોરન્ટને પણ છુટ આપવામાં આવી છે. જો કે હજી SOPની જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. હાલમાં શેરી ગરબા(Sheri Garba)માં 400 લોકોથી વધારે લોકોને મંજુરી આપવામાં આવી નથી. જેથી શેરી ગરબામાં પણ વધારે ભીડ ન થાય તે માટેનું આયોજન જે તે સોસાયટીના પ્રમુખ અને ચેરમેન દ્વારા કરવાની રહેશે.

જો કે પાર્ટી પ્લોટ કે અન્ય કોઇ પણ જાહેર કે બહારના સ્થળે ગરબાના આયોજનને મંજુરી આપવામાં આવી નથી. જેને લીધે 12 વાગ્યે ગરબા પુર્ણ થયા બાદ કોઇ પ્રકારની અવર જવરને મંજુરી આપવામાં નહી આવે. તેવો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સરકારે તો નવરાત્રી અને રાત્રી કરફ્યુમાં છૂટછાટ આપી દીધી છે. પરંતુ આપણે તેણે હળવામાં ન લેવું જોઈએ. કોરોના હજુ ગયો નથી પરંતુ આપણે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોનાની ગાઈડલાઈન્સને અનુસરવી ખુબ જ જરૂરી છે. સરકારે નિયમો હળવા કર્યા છે કોરોના નથી ગયો તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *