ભારતીય સંસ્કૃતિને ભૂલી ‘વિદેશી કલ્ચર’ અપનાવતા લોકો આ વિડીયો ખાસ જોવે! પાંચ વર્ષનો બાળક એકશ્વાસે બોલી ગયો ‘હનુમાન ચાલીસા’

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો ભણતર ફાઈવસ્ટાર કલ્ચરમાં ખુબ જ આગળ વધી રહ્યું છે, ત્યારે આ બધાની વચ્ચે નવસારી(Navsari)ના પાંચ વર્ષીય બાળકે વેસ્ટર્ન કલ્ચર(Western culture)ની પાછળ પડેલા અને ભારતીય સંસ્કૃતિને ભૂલી બેઠેલા વાલીઓને એક અરીસો બતાવ્યો છે. આ બાળકે માત્રને માત્ર એક મહિનાની અંદર જ આખી હનુમાન ચાલિસા(Hanuman Chalisa video) કંઠસ્ત કરી નાખી છે અને અન્ય બાળકોને પણ પોતાની સંસ્કૃતિના મૂળ સાથે જોડી રાખવાનો અનોખો સંદેશ પ્રસરતો કર્યો છે. હાલમાં ઈન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર પાંચ વર્ષનો ટેણીયો વિડીયોના માધ્યમથી ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવી રહ્યો છે.

મહત્વનું છે કે, બીલીમોરા પાસે આવેલી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા પાંચ વર્ષીય આરવ દેસાઈનો હનુમાન ચાલીસા બોલતો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. ઘરેથી મળેલા સંસ્કારોના કારણે તેણે હનુમાન ચાલીસાના પાઠ માત્ર એક મહિનાની અંદર જ શીખ્યા હતા અને સ્કૂલે તેને રજુ કરવાનું પ્લેટફોર્મ આપતા તે વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

આરવના પિતા હર્ષભાઈએ જણાવતા કહ્યું હતું કે, આરવને રાત્રે ઊંઘે તે પહેલાં અમે તેને દરરોજ હનુમાન ચાલીસા સંભળાવતા હતા. જેના કારણે તેને હનુમાન ચાલીસાના પાઠ કંઠસ્થ થયા છે. જેને તેની સ્કૂલ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવતા આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

મહત્વનું છે કે, શાળામાં બાળકોને ‘ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર’ જેવી કવિતા અને પ્રાર્થનાઓ મોટાભાગે અંગ્રેજીમાં જ બોલાવવામાં આવે છે. પરંતુ તેની સામે આરવ દેસાઈએ હનુમાન ચાલીસા કંઠસ્થ થતાં સ્કૂલ પરિવાર દ્વારા તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તેને બીલીમોરા ઈન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેજ પર મૂકતા આ વિડીયો ખુબ જ મોટી સંખ્યામાં જોવાઈ રહ્યો છે અને દરેક મા-બાપ માટે પોતાનાં બાળકોને સંસ્કૃતિના બીજ સિંચન કરવા માટેની એક રાહ બતાવી રહ્યો છે.

બીલીમોરા ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન બી.જી ભાટિયાના જણાવ્યા અનુસાર, અમે શાળામાં દરેક બાળકની ક્ષમતા અનુસાર તેને ભણતર આપવામાં આવે છે અને અભ્યાસ સાથે સાથે અન્ય પ્રવૃત્તિમાં પણ બાળકને તરબોળ કરીએ છીએ. વધુમાં ઉમેરતા કહ્યું કે, આરવે જયારે એડમિશન લીધું તે વખતે અતિ શરમાળ અને શિક્ષણમાં રુચિ ધરાવતો ન હતો, પરંતુ અમે તેને સમજાવીને ધીરે ધીરે શિક્ષણ પ્રત્યે રુચિ ધરાવતો કર્યો હતો અને આજે તે હનુમાન ચાલીસા બોલતો તેનો વીડિયો અનેક બાળકો અને તેમના વાલીઓ માટે પ્રેરણા રૂપ સાબિત થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *