Navsari love Jihad News: નવસારીના ખેરગામમાં લવજેહાદના લાલબત્તી સમાન કિસ્સાનો આજે પર્દાફાશ થયો છે. નવસારીના ખેરગામમાં પરણિત અને ત્રણ બાળકોના પિતાએ યુવતીને પ્રેમજાળમાં(Navsari love Jihad News) ફસાવીને અનેકવાર પણ દુષ્કર્મ આચર્યું હતુ. આ વિધર્મી યુવાન પોતે લવ જેહાદમાં ન ફસાઇ જાય તે માટે તેણે જ હત્યાના આરોપી એવા રોનક પટેલ સાથે તેના લગ્ન કરાવી દીધા હતા. આ અંગે ભોગ બનેલી યુવતીએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
જે બાદ નવસારી LCB પોલીસે એક સપ્તાહ બાદ આરોપી અસ્મિ શેખની મુંબઇથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેના 13 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીનું ખેરગામમાં સરઘસ કાઢવામાં આવશે. ઉલેખનીય છે કે, આ સમગ્ર કિસ્સો બહાર આવતા છોકરી અને તેના પરિવારજનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી. જે બાદ તેમણે આ કિસ્સામાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.
આ ચકચારી કિસ્સામાં નવસારી જિલ્લાના ખેરગામ ખાતે રહેતી હિન્દુ યુવતિને ખેરગામના વિધર્મી બુટલેગર અસિમ નિઝામ શેખે લગ્નની લાલચ આપીને બળાત્કાર પણ ગુજાર્યો રહી હતો. પોતે લવ જેહાદમાં ન ફસાય તે માટે તેના મિત્ર અને બિલીમોરા ખાતે થયેલા હત્યાના આરોપી રોનક પટેલ સાથે યુવતીના લગ્ન કરાવી નાખ્યા હતા.
જોકે, યુવતીએ ખેરગામ પોલીસમાં ફરિયાદ નોધાવતા ખેરગામ પોલીસે અસિમ શેખ અને તેના મિત્ર રોનક પટેલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે નવસારી જિલ્લા પોલીસ વડાએ પોલીસ ટીમ બનાવી આગળ તપાસ કરી હતી.
યુવતી વર્ષ 2019માં આરોપીના સંપર્કમાં આવી હતી. જે બાદ વર્ષ 2021માં યુવતી સાથે વડોદરા ખાતે દુસ્ક્ર્મે આચરવામાં આવ્યું હતું. જે સમયે યુવતીના અંગત પળોના ફોટા અને વીડિયો પણ આ નીધ્રમી બનવી લોધા હતા. જેનાથી તે તેને રોજ બ્લેક મેઇલ કરી રહ્યો હતો.
તપાસ ટીમ દ્વારા આ ગંભીર બાબતે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આ સમગ્ર ઘટનામાં રાજયના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ પાસ કામગીરી હાથ ધરી ઝડપથી કામ કરવા નવસારીના પોલીસ તંત્રને આદેશ કરતા હરકતમાં આવેલા પોલીસ તંત્રએ સમગ્ર ઘટનાની તપાસ નવસારી LCB PI દિપક કોરાટને સોંપતા LCB ની ટીમે ગણતરીના દિવસોમાંજ ઘટનાના મુખ્ય સુત્રધાર આરોપી એવા અસિમ નિઝામ શેખની મુંબઈ ખાતેથી તેની ધરપકડ કરી લીધી છે.
મંગળવારે આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે 13 જુલાઈ સુધીના રીમાન્ડ પણ મંજુર કર્યા છે. તો બીજીબાજુ અન્ય આરોપી રોનક પટેલની શોધખોળ LCB પોલીસદ્વારા કરવામાં આવી રહો છે.
આ આરોપી અસીમ નિઝામમીયાં શેખ નવસારી જિલ્લાનો માથા ભારે લીસ્ટેડ બુટલેગર પણ છે. તેના વિરૂધ્ધમાં નવસારી, વલસાડ તેમજ સુરત શહેરમાં પણ પ્રોહીબીશન અલગ-અલગ 14 જેટલા ગુનાઓ તથા મારામારીના ત્રણ ગુનાઓ ઉપરાંત વ્યાજખોરી બાબતનો એક ગુનો પણ નોધવામાં આવ્યો છે. તેની પર કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. જેમાં વલસાડ જિલ્લાના 05 જેટલા ગુનામાં તે હાલમાં વોન્ટેડ જાહેર કરેલો છે. તે ઉપરાંત તેના ઉપર બે વખત પાસાની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે.
આ આરોપીનો સમગ્ર પરીવાર તેને ગુનાહિત માનસ ધરાવે છે. જેમાં આરોપીના પિતા નિઝામમીયા શેખ ઉપર મારામારીના બે ગુના, તેના ભાઇઓ (1) નિગમ ઉપર મારામારી તથા વ્યાજખોરીના મળી કુલ 05 ગુના તથા પાસા કાર્યવાહી 01 તથા (2) સદ્દામ ઉપર મારામારી તથા પ્રોહીબીશનના મળી કુલ-06 ગુના તથા પાસા કાર્યવાહી 01 તથા (૩) નઇમ ઉપર મારામારી તથા વ્યાજખોરીના મળી કુલ 04 ગુના તથા (4) નદીમ ઉપર મારામારી તથા પ્રોહીબીશનના મળી કુલ-05 ગુના નોંધાયેલા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube