મામલતદાર, સર્કલ, નાયબ મામલતદાર, ક્લાર્ક લાંચ માંગવા જતા ફસાયા- ACBએ કેટલી રકમ કબજે કરી જાણો

નવસારી ગ્રામ્યના મામલતદાર સરકાર ઓફિસર, નાયબ મામલતદાર, ક્લાર્ક સહિતનાઓને લાંચ માંગવી ભારે પડી ફી છે. આ તમામે ડીટેઈન થયેલા ટ્રકને છોડવા માટે લાંચ માંગી હતી. પરંતુ બધા કાગળ બરાબર હોવા છતાં લાંચ મંગાતા ફરિયાદીએ ACB નો સંપર્ક કરતા સુરતવિભાગના એન્ટી કરપ્શન બ્યુરોએ મિશન પાર પાડીને દબોચી લીધા હતા.

વિગતે વાત કરીએ તો ફરીયાદીએમાટી ખનન અંગેની પરમીટ મેળવી છુટક માટી વેચાણ કરવાનો ધંઘો કરતા હતા અને માટીના ટ્રકો રોયલ્ટી પાસ હોવા છતા જમા કરેલ હતા તે ટ્રકો છોડાવવા માટે તેઓ નવસારી ગ્રામ્યના મામલતદાર યશપાલ ગઢવી ને મળ્યા હતા. જેમણે ફરિયાદીને સર્કલ ઓફિસર શૈલેશ રબારીને મળવા જણાવી 1 લાખ 10000 ની માંગણી કરી હતી. આ દરમ્યાન શૈલેશ રબારીના કહેવાથી સંજય ઇશ્વરભાઇ દેસાઇ નામના મહેસુલ નાયબ મામલદારને 20000 નું ટોકન આપ્યું હતું. બાકીની 90હજારની રકમ આ ત્રણેય આરોપીઓએ કરતા ફરિયાદીએ ACB નો સંપર્ક કર્યો હતો.

ફરિયાદીએ નવસારી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા છટકામાં વધુ એક કપિલ રસીકભાઇ જેઠવા, કલાર્ક નામનો વ્યક્તિ પણ ઝડપાયો હતો જેણે 90 હજારની રકમ સ્વીકારી હતી.

ACB સુરત વિભાગના મદદનીશ નિયામક એન. પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ નવસારી ACB પોલીસ સ્ટાફ અને ઇન્સ્પેક્ટર બી. જે. સરવૈયા એ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *