Navsari police found 190 kg of ganja: “બકરું કાઢતા ઉંટ બેઠું” આ કહેવત નવસારી પોલીસ માટે એકદમ સાર્થક સાબિત થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે. દારૂનો જથ્થો પકડવા ગયેલી નવસારી જિલ્લાની ગ્રામ્ય પોલીસે હાઇવે પર ફિલ્મી ઢબે 12 કિલોમીટર સુધી કારનો પીછો કરી 19 લાખથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો છે.
Navsari police ઝડપી પડ્યો 191 કિલો ગાંજો
પોલીસની પ્રોહીબિશન ડ્રાઇવ દરમિયાન કાર ચાલક ડરી ગયો હતો જેના કારણે પોલીસની બીકે આરોપીએ ગાડી ભગાવી મૂકી હતી. ત્યાર બાદ 12 કિલોમીટર સુધી પોલીસે પીછો કરી ગ્રામ્ય પોલીસે દારૂ નહીં હતો 191 કિલો ગાંજો મળી આવ્યો હતો.
દારૂ પકડવા ગયેલી Navsari police ઝડપી પાડ્યો 191 કિલો ગાંજો
હાલમાં પ્રોહીબિશન ડ્રાઇવ ચાલી રહી છે. જેમાં અલગ અલગ નાકા ઉપર પોલીસ ઉભી રહીને દારૂના જથ્થાના વહનને રોકવા માટે કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત નવસારી ગ્રામ્ય પોલીસે પણ હાઇવે પાસેના ધોળાપીપળા ઓવરબ્રિજ પાસે વાહનો પાર્ક કરીને ચેકિંગ શરૂ કર્યું હતું. જે દરમિયાન એક renault કાર એ પોલીસને જોઈને વાહન ફૂલ સ્પીડએ ભગાવ્યું હતું.
ફિલ્મી ઢબે કારનો 12 km પીછો કરીને પકડ્યો ગાંજાનો જથ્થો
આરોપીને પકડવા માટે PI D.K.PATEL સહિતના સ્ટાફએ પણ ફિલ્મી ઢબે કારનો 12 km પીછો કર્યો હતો, જેમાં આંમરી ગામના ખડકી ફળિયામાં રસ્તો પૂરો થઈ જતા ડ્રાઇવર રેનોલ્ટ ગાડી મૂકીને નાસી ગયો હતો. પોલીસે કાર ખોલી જોતા તેમાંથી અધધ 191 કિલો ગાંજાના અલગ અલગ પેકિંગ મળી આવ્યા હતા.
કુલ 23,11,390 નો મુદ્દામાલ કર્યો કબજે
અત્રે ઉલેખનીય છે કે, 191 કિલો ગાંજાની બજાર કિંમત 19,11,390 છે, કારમાં તપાસ કરતાં ત્રણ અલગ અલગ નંબર પ્લેટ, ફાસ્ટેગ મળી આવ્યા હતા કાર અને ગાંજા નો મુદ્દા માલ મળી કુલ 23,11,390 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
કેસની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે, કારમાંથી ઝડપાયેલા ફાસ્ટટેગ કોના નંબર પર રજીસ્ટર કરવામાં આવ્યો છે તેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવશે ગાંજાના જથ્થાની ક્વોલિટી અને ક્વોન્ટિટી જોતા તે ઓરિસ્સા જિલ્લાની બનાવટનો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને ડિલિવર થવાનો હતો તેને એ લઈને SOG તપાસ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.