મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમ પર મોડી રાત્રે ડ્રગ સ્મગલરોની ટોળકીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં NCB ના 5 અધિકારીઓ ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હતી. જોકે, કાર્યવાહી દરમિયાન NCB એ બે વિદેશી સ્મગલરોને એક કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પડ્યા છે.
વિદેશી પિસ્તોલથી ટીમ પર થયો હતો હુમલો NCB ના ચીફ સમીર વાનખેડેએ શુક્રવારે જણાવ્યું હતું કે, ગુપ્તચરો દ્વારા મળેલી માહિતીના આધારે તેમની ટીમે વાશી વિસ્તારમાં એક અડ્ડા પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન NCB ની ટીમ પર ડ્રગ સ્મગલરોએ હુમલો કર્યો હતો. જોકે, NCB ના અધિકારીઓએ આ રેકેટના કિંગપિનને પકડી પાડ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, આ જ તસ્કરોએ NCB ટીમ પર ફાયરિંગ કર્યું હતું.
માનખુર્દથી લઈને વાશીનું જંગલ બન્યો તસ્કરોનો અડ્ડો સમીર વાનખેડેએ જણાવ્યું કે, માનખુર્દથી વાશી વચ્ચેના જંગલ વિસ્તારમાં ડ્રગ્સનું મોટું રેકેટ ચાલતું હતું. સાંજેના સમયે આ સ્થળે ડ્રગ્સ વેચાતું હતું. NCB એ માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ આ એક આફ્રિકન ગેંગ છે, જે ગેરકાયદેસર રીતે ભારતમાં રહીને ડ્રગ રેકેટ ચલાવતા હતા.
કેટલાક તસ્કરો ફાયરિંગના ડરથી ભાગી ગયા જો કે, હુમલા દરમિયાન કેટલાક તસ્કરો સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. જેને શોધવા માટે એક ટીમ પણ બનાવવામાં આવી છે. ફરાર આરોપી પાસે વિદેશી હથિયારો હોવાની આશંકા જણાય છે. આ ઉપરાંત કાર્યવાહીમાં MD, હીરોઈન અને કોકીન પણ ભારે માત્રામાં જપ્ત કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.