કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીથી બચી રહેવા માટે તમામ લોકોને વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવી રહી છે. જેને લીધે ઘણા લોકો પોતાના હાથ સેનીટાઈઝરથી સાફ કરતા રહેતા હોય છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં એક દર્દનાક દૂર્ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નાં નેતા સંજય શિંદેની કારમાં હેંડ સેનિટાઇઝરને લીધે આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં NCP નેતા શિંદેનું સળગી જવાથી મોત નીપજ્યું છે. જો કે, મળેલ જાણકારી પ્રમાણે કારમાં શોર્ટ સર્કિટ થયું હતું તથા હેન્ડ સેનિટાઇઝને લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.
સંજય શિંદેની ગાડીમાં જે સમયે આગ લાગી હતી. તે સમયે તેઓ મુંબઇ-આગ્રા હાઇવે પર પિંપલગામ બસવંત ટોલ પ્લાઝા નજીક હતા. પોલીસે આ મામલા અંગે આગળની તપાસ હાથ ધરી છે. મળેલ માહિતી પ્રમાણે NCP નેતા સંજય શિંદેની કારમાં જ્યારે આગ લાગી હતી ત્યારે શિંદે દરવાજો ખોલવા તથા બારી તોડવાનો પ્રયાસ કરવાં લાગ્યા હતા પરંતુ કાર સેન્ટ્રલ લોક થઇ જવાને લીધે દરવાજો ખોલી શક્યા નહી તથા તેઓની અંદર જ સળગી જવાથી મોત થઇ ગયુ.
મળેલ જાણકારી પ્રમાણે સંજય શિંદે નાસિક જેલના દ્રાક્ષના નિકાસકાર હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના મંગળવારે બપોરે પિંપલગામ બસવતં ટોલ પ્લાઝા નજીક બની હતી. જ્યારે શિંદે કિટનાશ ખરીદી કરવા માટે પિંપલગામ જઇ રહ્યાં હતા. પોલીસે જણાવતાં કહ્યું કે, પ્રાથમિક તપાસમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટને લીધે એમની કારમાં આગ લાગી હતી.
પોલીસના જણાવ્યાં પ્રમાણે કારમાં જ્યારે આગ લાગી ત્યારે સ્થાનિક લોકો દોડીને કારની નજીક આવ્યા હતાં. કારની અંદર બંધ સંજય શિંદેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ ત્યાં સુધીમાં મોડુ થઇ ગયું હતું. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. જો કે, ત્યારપછી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle