અટલ ટનલ બાદ આ ટનલનું નિર્માણ કાર્ય થયું શરુ, જાણો કેટલી મહત્વની છે…

ભારત દેશને અટલ ટર્નલની સૌગાત આપ્યા પછી કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં સરખી જ મહત્વની વધુ એક ટર્નલનું નિર્માણ ચાલુ કરવા જઈ રહી છે. કેન્દ્રીય સડક…

ભારત દેશને અટલ ટર્નલની સૌગાત આપ્યા પછી કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં સરખી જ મહત્વની વધુ એક ટર્નલનું નિર્માણ ચાલુ કરવા જઈ રહી છે. કેન્દ્રીય સડક પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી આજ રોજ વીડિયા કોન્ફરન્સિંગનાં માધ્યમ દ્વારા આ સુરંગનું નિર્માણ કરવા માટે પ્રથમ બ્લાસ્ટ કરશે. સેના તેમજ સિવિલ એન્જિનિયરિંગની એક ટોચની ટીમ જોજિલા પાસનાં પહાડને કાપીને આ ટર્નલનું નિર્માણ ચાલુ કરશે.

અટલ ટનલ બન્યા પછી જોજિલા ટર્નલનું કામ ચાલુ થશે. આજ રોજ નીતિન ગડકરી જોજિલા ટર્નલનું નિર્માણ ચાલુ કરવા માટે પહેલો બ્લાસ્ટ કરશે. બ્લાસ્ટ કરીને જોજિલા સુરંગનાં નિર્માણ કાર્યને ચાલુ કરાવશે.

જોજિલા પાસનાં પહાડને કાપીને તૈયાર કરવામાં આવી રહેલી આ સુરંગ બનવાથી શ્રીનગર, દ્રાસ, કારગિલ, લેહની કનેક્ટિવિટી બધી ઋતુમાં રહેશે. આ જોજિલા ટર્નલ 14.15 કિલોમીટર જેટલી લાંબી બનાવવામાં આવશે. આ સિવાય 18.63 કિલોમીટર જેટલો લાંબો એપ્રોચ રોડ પણ બનાવાશે.

જોજિલા ટર્નલનાં આખા પ્રોજેક્ટમાં 32.78 કિલોમીટર જેટલો લાંબો રસ્તો બનાવવામાં આવશે. જોજિલા ટર્નલ પ્રોજેક્ટ પાછળ કુલ રૂપિયા 6808.63 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જોજિલા ટર્નલનાં નિર્માણમાં કુલ 6 વર્ષ તેમજ એપ્રોચ રોડ નિર્માણમાં 2.5 વર્ષ જેટલો સમય લાગશે. જોજિલા ટર્નલ પાસનાં પહાડોને કાપીને બનાવવામાં આવી રહેલી આ સુરંગથી જોજિલા ટનલ થી લેહ તેમજ કારગીલ પહોંચવું બહુ જ સરળ બની જશે. જાણવામાં મળ્યું છે કે, જોજિલા પાસ વિશ્વનાં ખતરનાક રસ્તાઓમાંનો એક રસ્તો છે. અહીંયા વાહન ચલાવવું બહુ પડકારજનક તેમજ ખતરનાક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *