ચીની સેનાનો ખાત્મો કરવા જવાનોએ બોર્ડર પર શરુ કરી તૈયારી- દિલધડક વિડીયો જોઇને છાતી ગર્વથી ફૂલી ઉઠશે

ચીન: હાલમાં એક સમાચાર (News) સામે આવ્યા છે. ભારતીય સેનાના સૈનિકો (Soldiers of the Indian Army) એ અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) માં પૂર્વીય ક્ષેત્રના મુશ્કેલ હવામાન તથા તવંગ પાસેના પ્રદેશમાં આક્રમક તાલીમ (Training), જોરશોરથી એક્સરસાઈઝ તથા મેડિટેશન શરૂ કર્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી ચીન લદ્દાખમાં ‘લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ’ એટલે કે, LAC માં છમકલા કરી રહ્યું છે. ચીનની આ હરકતથી તંગ ભારતે અરુણાચલ પ્રદેશમાં આવેલ તેને સીમામાં બોફોર્સ તોપને તહેનાત કરી દેવામાં આવી છે. અરૃણાચલ પ્રદેશમાં ચીન સાથેની એડવાન્સ ચોકીઓમાં બોફોર્સ તહેનાત કરવામાં આવી છે.

બોફોર્સ તોપોને તૈનાત:
ભારતીય સેનાએ ચીન સાથેની સરહદે રખેવાળી વધારી દેવામાં આવી છે. ચીનની કોઈપણ ચાલબાજીને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાએ તૈયારી કરી લીધી છે. આની માટે એડવાન્સ વિસ્તારમાં બોફોર્સ તોપોને તૈનાત કરવામાં આવી છે.

એલ70 એન્ટી એરક્રાફ્ટ ગન પણ તૈનાત:
ભારતીય સેનાએ LAC પાસેના પર્વતોમાં અપગ્રેડ કરેલ એલ70 એન્ટી એરક્રાફ્ટ ગન પણ તૈનાત કરી દેવામાં આવી છે. લશ્કરી અધિકારીઓ જણાવે છે કે, 3 મહિના અગાઉ અરુણાચલ પ્રદેશમાં કેટલા મહત્વપૂર્ણ સ્થળોએ અપગ્રેડ કરેલ એલ-70 બંદૂકો તૈનાત કરી દેવામાં આવી છે.

આ શસ્ત્રોની વિશેષતા એ છે કે, તેને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય છે. આ શસ્ત્રો ઓટોમેટિક ટાર્ગેટિંગ દ્વારા ચલિત થાય છે. આની ઉપરાંત આ બધા પ્રકારના હવામાનમાં આગળ ઉભા રહીને દુશ્મનોને જવાબ આપવા માટે સક્ષમ છે.

અરુણાચલ પ્રદેશને લઈ ચીન સાથે ભારતનો વિવાદ ખુબ જૂનો છે. ચીન અરુણાચલ પ્રદેશને તિબેટનો ભાગ માને છે તેમજ એનો દાવો કરે છે. ભારત સતત ચીનના અભિપ્રાયનો વિરોધ કરી રહ્યું છે ત્યારે અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવી રહ્યું છે.

ચીને હાલમાં દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની અરુણાચલ પ્રદેશની મુલાકાત વખતે વાંધો ઉઠાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેણે અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી. ભારતે ચીનના નિવેદનની સખત નિંદા પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *