સુરત શહેર(surat city) ના અડાજણ(adajan) વિસ્તારમાં રહેતી કિશોરી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. તેના જ પડોશમાં રહેતા પરિચિત યુવાનના બાઈક ઉપર તેના ગામના બ્રિજ ઉપર ફરવા લઇ ગયા બાદ પાછા આવીને તે યુવાનના મિત્રના ફ્લેટ ઉપર લઇ જઇ યુવાને વોડકા પીવડાવ્યા બાદ દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના અંગે પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે ગણતરીના જ કલાકમાં આરોપીને ઝડપી પાડયો હતો. જ્યારે રેપનો ભોગ બનેલી કિશોરીને મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) લઇ જવામાં આવી હતી. અને પોલીસે આ સમગ્ર ઘટનાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ અડાજણ વિસ્તારમાં રહેતા વેપારીની સગીર પુત્રી સાથે બળાત્કારની ઘટના સામે આવતા અફરાતફરી મચી જવા પામી છે. કિશોરીની પડોશમાં જ રહેતા નરાધમ યુવાને બાળકી સાથે ગુજાર્યો હતો. વધુ જાણકારી અનુસાર, આ ઘટનામાં ફરિયાદીઓએ જણાવ્યું કે 15 દિવસ પહેલા આરોપી એવા પડોશી જયેશના ઘરે 11 વર્ષની તરૂણી સ્વાનના બચ્ચાને રમાડવા માટે ગઈ હતી. ત્યારબાદ છેલ્લા 10 દિવસથી બન્ને સોશિયલ મીડિયા પર એકબીજાનાં કોન્ટેક્ટમાં હતા, અને 14મી તારીખે બપોરે આરોપી બાળકીને બાઇક પર ફરવા માટે ઓલપાડ બ્રિજ પાસે લઈ ગયો હતો.
આ ઘટનાના બીજા દિવસે એટલે કે 15મી તારીખે બાળકીને અડાજણમાં ભૂમિ કોમ્પલેક્ષની બાજુમાં શ્રી નિવાસ રેસીડેન્સીમાં પોતાના મિત્રના ભાડેના ફલેટમાં લઈ ગયો હતો. જ્યાં આરોપીએ તરૂણીને જબરજસ્તીથી વોડકા પીવડાવી પછી બળાત્કાર ગુજાર્યો કર્યો હતો. બાળકીએ પડોશિના યુવકની ગંદી હરકતો બાબતે પરિવારને વાત કરી હતી. જેને સાંભળી પરિવારજનોનાં પગના તળિયેથી જમીન સરકી ગઈ હતી.
સમગ્ર ધટના મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે માતાની ફરિયાદ લઈ 23 વર્ષના નરાધમ આરોપીને પકડી લાવી મંગળવારે મોડીરાતે ધરપકડ કરી હતી. આરોપી યુવક મોબાઇલની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો, અને હાલમાં એક મહિનાથી બેકાર છે. જયારે તેના પિતા કપડાની દુકાનમાં નોકરી કરે છે.
સુરત શહેર ના અડાજણ વિસ્તાર ના ભૂમિ કોમ્પલેક્ષની બાજુમાં શ્રી નિવાસ રેસીડેન્સીના ત્રીજા માળે 4 મિત્રો ભાડેથી રહે છે. જે પૈકી એક મિત્ર ગણેશને આરોપી જયેશ ઓળખતો હતો. જેથી મિત્રએ આરોપીને ફલેટની ચાવી આપી હતી. અને આ આરોપી કિશોરીને 15મી તારીખે તે ફ્લેટમાં લઇ ગયો આરોપીએ બાળકીને ફલેટમાં લાવી દુષ્કર્મ કર્યું હતું.
આ ઉપરાંત પોલીસે ની જાણકારી પ્રમાણે અડાજણમાં મિત્રના ફલેટમાં ગણેશ નામનો શખ્સ વોડકા દારૂની બોટલ લઈ આવ્યો હતો. ગણેશ જયેશનો મિત્ર છે. ગણેશની સામે પણ અલગથી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરાશે એવું પોલીસે જણાવ્યું હતું. ગણેશ દારૂની બોટલ કયાંથી લાવ્યો તે અંગે પણ પોલીસે તપાસ હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.